બોલિવૂડના બિગ બીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું લખ્યું?

મુંબઈ: ટીવી કે સિનેમા જગતના લોકોને પોતાની નાની એવી ભૂલ પણ ભારે પડે છે. કેમ કે નાર્સિસિસ્ટ કલાકારોનીનાની ભૂલને પણ ક્રિટિસાઈઝ કરવાનું ચૂકતા નથી. આ લોકો બોલિવૂડના બિગ બી ગણાતા અમિતાભ બચ્ચનને પણ છોડતા નથી. પરંતુ સામાન્ય રીતે તેઓ ટ્રોલ્સથી દૂર રહે છે. જોકે, તાજેતરમાં તેમણે ફેન્સ અને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપી મોઢા બંધ કરાવી દીધા હતા. વાસ્તવમાં વાત એમ છે કે, અભિષેક બચ્ચનની ફિલ્મ ‘કાલિધર લાપતા’ના ટ્રેલર રિલીઝ બાદ અમિતાભે પુત્રની પ્રશંસા કરી, જેના પગલે ટ્રોલ્સે તેમના પર સવાલો ઉઠાવ્યા.
એક ફેસબુક યૂઝરે કોમેન્ટ કરીને પૂછ્યું કે, અમિતાભ કેમ પત્ની જયા, કે પછી બહુ ઐશ્વર્યા કે પુત્રીની સિદ્ધિઓની વાત નથી કરતા? જવાબમાં તેમણે લખ્યું, “હું તેમની પ્રશંસા દિલમાં કરું છું, જાહેરમાં નહીં… સ્ત્રીઓનું સન્માન.” અન્ય ટ્રોલે તેમના બંગલો જલસા બહાર ટોળું વાળતા લોકોને ‘બેરોજગાર’ ગણાવ્યા, જેના પર અમિતાભે કહ્યું, “તેમને નોકરી આપો! તેઓ પ્રેમની નોકરીમાં નિયુક્ત છે.”

બીજા એક ટ્રોલે દાવો કર્યો કે ચાહકોને ‘પૈસા આપીને’ બોલાવવામાં આવે છે, જેના જવાબમાં બિગ બીએ લખ્યું, “સાબિત કરો! તમે નાના વિચારો ધરાવો છો… તમે કેમ પૈસા નથી આપતા અને ચાહકો નથી ભેગા કરતા?” આ ઉપરાંત, એક ટ્રોલે કોલર ટ્યૂનમાં બોલવાનું બંધ કરવાનું કહ્યું, જેના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું, ‘સરકારને કહો ભાઈ, તેમણે જે કરવાનું કહ્યું તે કર્યું.’

અભિષેકની પ્રશંસામાં અમિતાભે લખ્યું, “ચાલ્યા કર ભૈયા… તારી અલગ-અલગ ભૂમિકાઓ જ તારી ખાસિયત છે, ફળ મળશે.” અભિષેકની તાજેતરની ફિલ્મોમાં ‘હાઉસફુલ 5’ અને ‘બી હેપ્પી’નો સમાવેશ થાય છે, જ્યારે ઐશ્વર્યા ‘પોન્નિયિન સેલ્વન: II’માં જોવા મળી હતી. અમિતાભે ‘વેટ્ટૈયન’માં રજનીકાંત સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો…Panchayat season 4 review: ફુલેરા ગામની પંચાયતનું શરીર ખરું, પણ આત્મા ખોવાઈ ગયો