Bollywood: કઈ હીરોઈન કેટલા પૈસા લે છે અને કોણે કરી છે સૌથી વધુ કમાણી?
વર્ષ 2023-2024નું સરવૈયું નીકળું છે ત્યારે કોણે કેટલી રોકડી કરી તેની માહિતી પણ બહાર આવી છે. બોલીવૂડમાં હિરોઈનો પણ કરોડોની કમાણી કરે છે ત્યારે આ વર્ષે આ યાદીમાં પહેલું નામ Mom to be Deepika Padukonનું છે.
દીપિકા પાદુકોણ 2024માં ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. આ યાદીમાં બોલિવૂડની અન્ય અભિનેત્રીઓના નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં કેટરિના કૈફ, કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપરા જોનાસ, આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. જોકે કોઈ સાઉથ એક્ટ્રેસનું નામ નથી.
આ પણ વાંચો: Maharaj ફિલ્મને લઈને Gujrat હાઇકોર્ટમાં સુનાવણી “ફિલ્મ પરથી સ્ટે હટાવવાની માંગ”
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. દીપિકાની ફિલ્મ કલ્કી 2898 એડી પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં, દીપિકાના ચાહકો તેની આગામી સાયન્સ ફિક્શન ફિલ્મ કલ્કી 2898 એડી અને તેના ઘરે આવનાર નાના મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
દરમિયાન દીપકા માટે આ વર્ષ ઘણું સફળ રહ્યું છે. એક તો પોતે માતા બનવા જઈ રહી છે અને બીજી બાજુ તેણે સારી કમાણી પણ કરી છે. દીપિકા 2024ની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. દીપિકાએ આ લિસ્ટમાં આલિયા ભટ્ટ, કંગના રનૌત, પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા રાય બચ્ચનને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એક પણ દક્ષિણ ભારતીય અભિનેત્રીનું નામ સામેલ નથી.
આ પણ વાંચો: Anant Ambani wedding: આ ગ્રુપ ફોટોમાં કોણ કોણ છે કહો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IMDbની મદદથી ફોર્બ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં, દીપિકા પાદુકોણ પ્રતિ ફિલ્મ 15 કરોડથી 30 કરોડ રૂપિયા છે. તેમના પછી અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી કંગના રનૌત છે. ઇમર્જન્સી અભિનેત્રી એક ફિલ્મ દીઠ 15 કરોડથી 27 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પ્રિયંકા ચોપરા જોનાસ આ યાદીમાં ત્રીજા સ્થાને છે જેની ફી 15 કરોડથી 25 કરોડ રૂપિયા પ્રતિ ફિલ્મ છે. કેટરીના કૈફ ચોથા સ્થાને છે. ટાઈગર 3 સ્ટાર પ્રતિ ફિલ્મ 15 કરોડથી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયા ભટ્ટ એક ફિલ્મ દીઠ 10 થી 20 કરોડ રૂપિયાની ડિમાન્ડ સાથે પાંચમા ક્રમે છે. આ યાદીમાં બીજું નામ કરીના કપૂર ખાનનું છે, જે એક ફિલ્મ દીઠ 8 કરોડથી 18 કરોડ રૂપિયા વસૂલે છે. શ્રદ્ધા કપૂર પ્રતિ ફિલ્મ 7 કરોડથી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને વિદ્યા બાલનને પ્રતિ ફિલ્મ 8 કરોડથી 14 કરોડ રૂપિયા મળે છે. 2024ની ટોપ 10 સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા એક ફિલ્મ માટે 8 કરોડથી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે પોન્નીન સેલ્વન સ્ટાર ઐશ્વર્યા પ્રતિ ફિલ્મ 10 કરોડ રૂપિયા લે છે.