“બૉલીવુડના 3 મોટા સ્ટાર્સનો 33 વર્ષ જૂનો વિડીયો” હવે થઈ રહ્યો છે Viral…
સોશિયલ મીડિયા પર 33 વર્ષ જૂનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઘણા કલાકારો એક સ્ટેજ પર થિયેટર એક્ટિંગ કરતા જોવા મળે છે. જેમાં એક મહિલા કલાકાર આગળ ડાન્સ કરી રહી છે અને તેની સાથે ઘણા પુરૂષ કલાકારો ડાન્સ કરી રહ્યા છે. આમાંથી ત્રણ કલાકારો આજે બોલિવૂડમાં ખૂબ જ મોટા નામ બની ગયા છે. એકને તાજેતરમાં નેશન એવોર્ડ મળ્યો છે જ્યારે અન્ય બે સ્ટાર્સે પણ પોતાની આગવી છાપ છોડી છે. હવે તમે વિચારતા હશો કે આ સ્ટાર્સ કોણ છે. ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર્સ!
આ પણ વાંચો : ‘શું દિવ્યા ભારતીનો પુનર્જન્મ થયો…!’, એ જ આંખો, એ જ ચહેરો
શેર થઈ રહેલા આ વીડિયોમાં એક નહીં પરંતુ ત્રણ મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. ત્રણેય એક્ટિંગની દુનિયામાં બહુ મોટું નામ ધરાવે છે અને તેમની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વિશાળ છે. આ સ્ટાર્સ બીજું કોઈ નહીં પણ મનોજ બાજપેયી, પીયૂષ મિશ્રા અને ઋતુરાજ સિંહ છે. હવે તમે વિચારતા હશો કે આ ત્રણે એક સાથે શું કરી રહ્યા છે? હકીકતે આ ત્રણેય સ્ટાર્સે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સાથે અભ્યાસ કર્યો છે અને પછી થિયેટરમાં પણ સાથે કામ કર્યું હતું. ત્રણેય વચ્ચે વર્ષો જૂની અને ગાઢ મિત્રતા રહી છે.
જુઓ આ વિડીયો:
આ વીડિયો તેના 33 વર્ષ જૂના આઇકોનિક થિયેટર નો છે, જેની ઘણીવાર ચર્ચા પીયૂષ મિશ્રા કરતાં રહે છે. તેમના એક જૂના ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. બ્લૂ શર્ટ અને જીન્સમાં દેખાઈ રહેલ વ્યક્તિ મનોજ બાજપેયી છે અને હાર્મોનિયમ સાથે ગાઈ રહેલા અભિનેતા પીયૂષ મિશ્રા છે તેમજ ગુલાબી કુર્તા અને જીન્સમાં જોવા મળી રહેલા અભિનેતા ઋતુરાજ છે. ઋતુરાજ સિંહનું આ વર્ષે જ નિધન થયું હતું. તે છેલ્લે ટીવી શો અનુપમામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : Manoj Bajpayeeનો એ ફોટો હતો Morphed… એકટરે જણાવ્યું સાચું કારણ…
આ વીડિયો જોઈને લોકો પછી લોકો તરફથી ગજબની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકો અનુમાન લગાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ સ્ટાર્સ કોણ છે, જ્યારે ઘણા લોકો એવા છે જેઓ ગીતના શબ્દોથી ખૂબ જ પ્રભાવિત થયા છે. એક વ્યક્તિએ લખ્યું, ‘મેં તેમને ઓળખી લીધા છે, તેઓ મનોજ, પીયૂષ અને ઋતુરાજ છે.’ એક વ્યક્તિએ લખ્યું, ‘અનુરાગ કશ્યપને મળવા પહેલાની ગેંગ્સ ઓફ વાસેપુર’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘હું મનોજ બાજપેયી, પીયૂષ અને એક અભિનેતાને જોઈ શકું છું જેનું તાજેતરમાં મૃત્યુ થયું છે? હું સાચો છું?’