મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ભારતીય ફિલ્મોમાં પ્રથમ વાર બિકીની પહેરનારની પૌત્રીએ કરી બિગ બોસ-18માં એન્ટ્રી

સલમાન ખાનના શો બિગ બોસ 18નું ગ્રાન્ડ પ્રીમિયર આજે રાત્રે 9 વાગે કલર્સ ચેનલ પરથી થશે. એવામાં અમે બિગ બોસના પ્રેમીઓ માટે એક મસાલેદાર ગોસિપ લાવ્યા છીએ. એક વિતેલા જમાનાની અભિનેત્રી આ શોનો ભાગ બની રહી છે.
શું તમે જાણો છો કે હિંદી ફિલ્મોના ઇતિહાસમાં પહેલી વાર બિરીની કઇ એક્ટ્રેસે પહેરી હતી? તમે કદાચ શર્મિલા ટાગોરનું નામ વિચારી શકો, પણ અમે તમને જણાવી દઇએ કે તમે ખોટા છો. સારા અલી ખાન બિગ બોસમાં ભાગ લેવાની નથી. મોટાભાગના લોકો માને છે કે શર્મિલા ટાગોર ભારતીય ફિલ્મોમાં બિકીની પહેરનાર પ્રથમ વ્યક્તિ હતી. તમે શર્મિલા ટાગોરને 1967માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એન ઈવનિંગ ઈન પેરિસ’માં બિકીની અવતારમાં જોઈ હશે, પણ હકીકત એ છે કે શર્મિલા ટાગોર કરતા પહેલા એક જાણીતી અને બિન્દાસ અભિનેત્રીએ ફિલ્મોમાં બિકીની પહેરીને તેની માદક અદાઓનો જાદુ રેલાવ્યો હતો અને આજે હવે એ અભિનેત્રીની પૌત્રી બિગ બોસ-18માં એન્ટ્રી કરી રહી છે.

1938માં આવેલી મરાઠી ફિલ્મ ‘બ્રહ્મચારી’માં મીનાક્ષી શિરોડકરે સ્ક્રીન પર બિકીની પહેરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે તેની પૌત્રી બિગ બોસમાં જોવા મળી શકે છે. મીનાક્ષી શિરોડકરની પૌત્રી અને નમ્રતા શિરોડકરની બહેન અને અભિનેત્રી શિલ્પા શિરોડકર હવે સલમાન ખાનના શો બિગ બોસ 18માં જોવા મળશે.

શિલ્પા શિરોડકરે ગોવિંદા, અનિલ કપૂર, અમિતાભ બચ્ચન, રજનીકાંત, જેકી શ્રોફ, નસીરુદ્દીન શાહ, શક્તિ કપૂર જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તે સાઉથના સ્ટાર મહેશબાબુની સાળી છે. શિલ્પા શિરોડકરની બહેન નમ્રતા મહેશ બાબુની પત્ની છે.
વેલ, તો આજે રાતથી જ આ શો જોવાનું ચૂકશો નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button