આ સુપરસ્ટાર્સે ઓનસ્ક્રીન પ્રેમમાં ઉંમર નથી જોઈઃ મોટા પડદા પર પોતાનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો હતો

અત્યારે આર. માધવનની ફિલ્મ ‘આપ જૈસા કોઈ’ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે ફાતિમા સના શેખ પણ જોવા મળી રહી છે. 55 વર્ષીય અભિનેતા પોતાનાથી 20 વર્ષ નાની અભિનેત્રી સાથે પડદા પર રોમાન્સ કરતો જોવા મળ્યો હતો.

દર્શકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી રહી છે, જ્યારે એની સ્ટોરી અંગે પણ લોકોને જોરદાર ચસ્કો પડ્યો છે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટી ઉંમરના હીરોએ નાની ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરવામાં સહેજે શરમ રાખી નથી તો કોણ છે એ જાણીએ.

આ લિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાને તેનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે સ્ક્રીન શેર કરી છે. ‘દબંગ’માં તેણે પોતાનાથી 21 વર્ષ નાની સોનાક્ષી સિંહા સાથે રોમાન્સ કર્યો હતો , જ્યારે ‘કિસી કા ભાઈ કિસી કા જાન’માં તેમની જોડી પૂજા હેગડે સાથે હતી.

બોલીવુડનો રોમાન્સ કિંગ પણ આ બાબતોમાં પાછળ નથી. તેણે પોતાની ઘણી ફિલ્મોમાં યુવા અભિનેત્રીઓ સાથે સ્ક્રીન શેર કરી છે. ‘ડંકી’માં, અભિનેતા તાપસી પન્નુ સાથે જોવા મળ્યો હતો જે તેના કરતા 22 વર્ષ નાની છે. દરેક અભિનેત્રી સાથે તેની જોડી સારી છે.

અજય દેવગનની ‘રેડ 2’ એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં, તે તેનાથી 20 વર્ષ નાની વાણી કપૂર સાથે રોમાન્સ કરે છે.

આમિર ખાને તાજેતરમાં ‘સિતાર જમીન પર’ માં જેનેલિયા ડિસોઝા સાથે સ્ક્રીન શેર કરી હતી. બંને કલાકારો વચ્ચે 22 વર્ષનો ઉંમરનો તફાવત છે. જોકે, દર્શકોને આ જોડી ખૂબ ગમી હતી.

અક્ષય કુમારે પણ પોતાની ફિલ્મોમાં ઘણી વખત પોતાનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો છે. તેણે ‘સરફિરા’માં રાધિકા મદાન, ‘કેસરી’માં પરિણીતી ચોપરા અને આવી ઘણી યુવાન અભિનેત્રીઓ સાથે સ્ક્રીન શેર કરી છે.

હવે ટૂંક સમયમાં રણવીર સિંહ તેના કરતા 20 વર્ષ નાની અભિનેત્રી સારા અર્જુન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. સારા અર્જુન તેની સાથે ધુરંધરમાં જોવા મળશે.