Anant Ambani- Radhika Merchantના લગ્નની તૈયારી કરવા જામનગર પહોંચ્યો Bollywoodનો આ સુપરસ્ટાર…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Mukesh Ambani-Nita Ambaniના લાડકવાયા Anant Ambaniના લગ્નની વાતો જ થઈ રહી છે. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન યોજાનારા આ ગ્રેટ ગ્રાન્ડ વેડિંગની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને એવામાં બોલૂવીડનો કિંગ ગણાતા King Khan એટલે કે Shahrukh Khan પણ આ લગ્નની તૈયારીઓ માટે જામનગર પહોંચી ગયો હતો.
જી હા, Shahrukh Khan ખુદ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા Anant Ambani And Radhika Merchantના લગ્નની તૈયારીઓ માટે 10 દિવસ પહેલાં જામનગર પહોંચી ગયો હતો અને 22મી ફેબ્રુઆરીના મુંબઈ પાછા આવતા પહેલાં એક દિવસ જામનગરમાં પસાર કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં શાહરુખ ખાનને જામનગર એરપોર્ટ પરથી મુંબઈની ફ્લાઈટ પકડતો જોઈ શકાય છે. આ સમયે શાહરુખ ખાને બ્લેક કલરનું જેકેટ પહેર્યું હતું અને તે હંમેશની જેમ જ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને એનકોર હેલ્થકેરના સીઈઓ વીરેન મર્ચેન્ટની દીકરી રાધિકા મર્ચેન્ટ લગ્નના બંધને બંધાવવા જઈ રહી છે અને તેમના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન પહેલી માર્ચથી જ શરૂ થઈ જવાના છે.
આ સિવાય સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકાના લગ્નનું ઈન્વાઈટ કાર્ડ વાઈરલ થઈ રહ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અમે આપને પહેલી માર્ચથી ત્રીજી માર્ચ, 2024 સુધી જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં રાધિકા અને અનંતના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં આમંત્રિત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે 19મી જાન્યુઆરી, 2023ના અનંત અને રાધિકાના ગોળધાણા સેરેમની કરવામાં આવી હતી. ગોળ ધાણાના રીત-રિવાજ વિશે વાત કરીએ તો ગુજરાતી પરિવારમાં જ્યારે પણ કોઈ પણ સગપણ નક્કી કરવામાં આવે છે ત્યારે ગોળ ધાણા ખાવામાં આવે છે અને આ દરમિયાન જ રિંગ પણ એક્સચેન્જ કરવામાં આવતી હોય છે. હવે આ તો અંબાણીના નાના કાન કુંવરના લગ્ન છે એટલે ગ્રાન્ડ સેલિબ્રેશન તો બનતા હૈ બોસ…