મનોરંજન

બોલીવુડ સુપર સ્ટાર Dharmendra હોસ્પિટલની બહાર સ્પોટ થયા, કહી આ વાત…

મુંબઇ : બોલિવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર(Dharmendra)સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. 89  વર્ષની ઉંમરે પણ તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે. ત્યારે સુપર સ્ટાર ધર્મેન્દ્ર હાલમાં એક અલગ સ્થિતિમાં સ્પોટ થયા છે. આ જોયા બાદ તેમના ફેન્સની ચિંતા વધી ગઈ છે. આજે અભિનેતાને મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. જ્યાં ચાહકો તેમને આંખે પાટા બાંધેલા જોઈને બેચેન થઈ ગયા હતા અને હવે સોશિયલ મીડિયામાં ટિપ્પણી પણ કરીને પૂછી રહ્યા છે કે સ્ટારને શું થયું છે.

ફેન્સે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

આ પરિસ્થિતિમાં પણ ધર્મેન્દ્રની હિંમત જરાય તૂટી નથી. આ વખતે પણ તેમણે કંઈક એવું કહ્યું જેનાથી લોકોએ તેમની વાત પર ધ્યાન આપ્યું અને લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા.ધર્મેન્દ્રએ બંને હાથ ઊંચા કરીને કહ્યું, હજુ પણ ઘણી તાકાત બાકી છે, હજુ પણ જીવન બાકી છે.’ મારી આંખોની સારવાર કરાવીને હું પાછો આવ્યો છું. ફેન્સને પ્રેમ કરું છું, હું મજબૂત છું.  અભિનેતાની આંખમા શું થયું તે અંગે વધુ અપડેટ આપ્યું નથી. પરંતુ તેમના ફેન્સે  ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

હિંમત અને ખુશખુશાલ સ્વભાવની પ્રશંસા કરી

ત્યારે એક ફેન્સે  લખ્યું, તમે જલ્દી જ સંપૂર્ણપણે ફિટ થઈ જશો ધર્મેન્દ્ર સર, બીજા એક ચાહકે લખ્યું, જો તમારામાં હિંમત હોય તો આવી હોવી  જોઈએ. જ્યારે એક વ્યક્તિએ લખ્યું કે આ ઉંમરે પણ તે કેટલા જીવંત અને ખુશખુશાલ છે. અન્ય  એક યુઝરે લખ્યું કે ધર્મેન્દ્રનો કોઈ જવાબ નથી. તે ખરા હી-મેન છે. લોકો અભિનેતાની હિંમત અને  સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે.

આપણ વાંચો : આ કેસમાં ફસાયા ધરમ પાજી, દિલ્હીની કોર્ટે સમન્સ પાઠવ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button