દિવાળીમાં અવનીતથી લઈ દિશા પટનીના મોહક અંદાજે સોશિયલ મીડિયા પર જાદુ ચલાવ્યો...
મનોરંજન

દિવાળીમાં અવનીતથી લઈ દિશા પટનીના મોહક અંદાજે સોશિયલ મીડિયા પર જાદુ ચલાવ્યો…

બોલીવુડના સિતારાઓ દિવાળીના તહેવારને ધામધૂમથી મનાવી રહ્યા છે, જેમાં ઘણા માતા લક્ષ્મીની પૂજા કરી રહ્યા છે તો ઘણા પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યા છે. તહેવારની ઉજવણી વચ્ચે હિરોઈનોએ પોતાના ગ્લેમરસ લૂકમાટે ફોટોશૂટનો પણ સમય કાઢ્યો હતો. જેમાં આકર્ષક દિવાળી લુક્સની તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તહેવારની રોનકમાં વધારો કર્યો છે.

અવનીત કૌરે દિવાળી પર પિંક રંગની સાડીને ઓફ શોલ્ડર બ્લાઉઝ આઉટફીટમાં ગ્લેમરસ દેખાવ આપ્યો, આ લૂકમાં તે અપ્સરા જેવી લાગી રહી હતી. જ્યારે મૌની રોયે પરિવાર સાથે ઘરે લક્ષ્મી પૂજા કરી અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેણે પીળા અને પિંક રંગની સાડી પહેરી હતી, જેમાં તેના ડિઝાઇનર બ્લાઉઝ દરેકનું ધ્યાન ખેચ્યું હતું.

બોલીવુડના લોક પ્રિય અભિનેત્રી દિશા પટની પણ બેસ્ટ ફ્રેન્ડ મૌની રોય સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જેમાં તેને સિમ્પલ આઉટ ફીટ પહેરવાનું પસંદ કર્યું હતું. તેને વ્હાઇટ ચિકનકારી કુર્તા પહેરીને ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. જ્યારે કૃતિ સેનને લાલ રંગના સ્લીવલેસ શરારા અટાયરમાં હોટ લાગી રહી હતી. જેની સાથે મેચિંગ ઇયરરિંગ્સ અને ખુલ્લા વાળોએ તેમના લુક પર ચાર ચાંદ લગાડ્યા હતા.

સાઉથ સુપર હિરોઈન અને બોલીવુડ પણ ધૂમ મચાવતી રશ્મિકા મંદાનાએ દિવાળી પર રોયલ આઉટ ફીટ પહેર્યું હતું. જેમાં સાદા ઓફ વ્હાઇટ પ્લાઝો સુટ સાથે ભારે લીલો લાંબો દુપટ્ટો પહેર્યો હતો. તેણે ભારે ઇયરરિંગ્સ, માથે બિંદી અને સ્મોકી આઈ મેકઅપ સાથે સ્ટનિંગ દેખાવ આપ્યો.

દિવ્યા ખોસલાએ ગોલ્ડન ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે ઓફ વ્હાઇટ સાડી પહેરીને પટાખા જેવી લાગી રહી હતી. જેને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો.

રકુલપ્રીત સિંઘે હોલ્ટર નેક બ્લાઉઝ સાથે મેચિંગ લહેંગો અને ફ્રીડી હેરસ્ટાઇલમાં બ્યુટીફુલ દેખાઈ રહી હતી. માનુષી છિલ્લરે પિંક રંગની સાડીને સ્લીવલેસ બ્લાઉઝ સાથે ડ્રેપ કરી હતી. સહેર બાંબાએ શિમરી સાડીમાં ગ્લેમરસ લુક આપ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button