એક નંબરના અંધવિશ્વાસી છે આ બોલીવૂડ સ્ટાર્સ, જાણશો તો ચોંકી ઉઠશો…

આપણા દેશમાં સામાન્ય નાગરિકો જ નહીં પણ મોટા મોટા સેલિબ્રિટી અને જાણીતી હસતીઓ છે કે જેઓ અંધવિશ્વાસમાં શ્રદ્ધા રાખે છે. આજે આપણે અહીં બોલીવૂડના આવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ સેટ પર લીંબુ મરચાં લઈ જાય છે તો કોઈ પોતાના હાથમાં લકી બ્રેસલેટ કે વીંટીઓ પહેરે છે.
રણવીર સિંહઃ

આ લિસ્ટમાં સૌથી પહેલાં નામ આવે છે રણવીર સિંહ. તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. રણવીર સિંહની મમ્મી એક્ટને બીમારીથી બચાવવા માટે તેના પગમાં કાળો ધાગો બાંધે છે. એક્ટર ખુદ પણ આ વાત પર વિશ્વાસ રાખે છે.
રણબીર કપૂરઃ

કપૂર ખાનના ચિરાગ રણબીર સિંહ પણ અંધ વિશ્વાસમાં શ્રદ્ધા રાખે છે. એક્ટરની એવી માન્યતા છે કે તેના માટે 8 નંબર ખૂબ જ લકી છે. આ જ કારણ છે કે ચોકલેટી બોય રણબીર કપૂરની દરેક વસ્તુમાં આઠ નંબરનો જાદુ જોવા મળે છે. રણબીરને આઠના આંકડાને ઈન્ફિનિટીના હિસાબે પણ જુએ છે.
અક્ષય કુમારઃ

ચોંકી ઉઠ્યા ને? બોલીવૂડની મિસ્ટર ખિલાડી અક્ષય કુમારનું નામ પણ આ સેલિબ્રિટીઓની યાદીમાં સામેલ છે. અક્કીની માન્યતાની વાત કરીએ તો અક્કી હંમેશા કોઈ પણ ફિલ્મની ફી લેતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેની ફીના આંકડાનું ટોટલ 9 થાય. અક્કીનું એવું માનવું છે કે 9નો આંકડો તેના માટે ખૂબ જ લકી છે.
અમિતાભ બચ્ચનઃ

ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમુતાભ બચ્ચનનું નામ પણ આ યાદીમાં સામેલ છે. અમિતાભ બચ્ચનની એવી માન્યતા છે કે જ્યારે પણ તેઓ ઈન્ડિયાની કોઈ મેચ જુએ છે ત્યારે ટીમ ઈન્ડિયા હારી જાય છે. આ જ કારણે તેઓ ટીન ઈન્ડિયાની કોઈ પણ મેચ લાઈવ નથી જોતા.
સલમાન ખાનઃ

વાત કરીએ બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની તો સલમાન ખાન પણ અંધવિશ્વાસમાં માને છે. જો તમે સલમાનના ફેન હશો તો તમને ખ્યાલ હશે જ કે સલમાન ખાનના જમણા હાથમાં હંમેશા એક બ્રેસલેટ જોવા મળે છે જેના પર બ્લ્યુ કલરનો સ્ટોર જોવા મળે છે. આ બ્રેસલેટ સલમાન થાન માટે ખૂબ જ લકી છે.
શાહરુખ ખાનઃ

શાહરુખ ખાનને પણ અંધવિશ્વાસી માનવામાં આવે છે. શાહરુખ ખાનને પણ 555 નંબર પર ખૂબ શ્રદ્ધા છે. જો તમે શાહરુખ ખાનના ફેન હશો તો તમને ખ્યાલ હશે જ કે કિંગ ખાનની કારના નંબરમાં 555 નંબર ચોક્કસ જ આવે છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો શાહરૂખ ખાનના ફોન નંબરમાં પણ 555 નો આંકડો ચોક્કસ આવે છે.
બિપાશા બસુઃ

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ બિપાશા બસુનું નામ પણ આ યાદીમાં સામેલ છે. એક્ટ્રેસ ખરાબ નજરથી બચવા માટે હંમેશી એવિલ આઈનો ઉપયોગ કરે છે. આ સાથે સાથે જ તે દર શનિવારે પોતાની ગાડીમાં લીંબુ મરચાં પણ લગાવે છે.