મનોરંજન

મૃતક મિત્રના પરિવારને સાંત્વના પાઠવવા, બૉલીવુડ સ્ટાર આમિર ખાન કચ્છમાં

ભુજ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ગુજરાતના કચ્છ પહોંચી ગયા છે. તે અહી જોઈ ફિલ્મની શૂટિંગ કે લોકેશન જોવા નહીં પરંતુ તેમના મિત્ર મહાવીર ચાડના અવસાન બાદ તેઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છે. આમિરના મિત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે આમિરની ફિલ્મ ‘લગાન’માં લાઇન પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું. 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છમાં થયું છે.

મળતી માહિતી મુજબ આમિર ખાન તેના બે દાયકા જૂના મિત્ર મહાવીર ચાડના અવસાનના કારણે ગુજરાતના કચ્છ પહોંચ્યો હતો. તેઓ 21 જાન્યુઆરીએ સુપર ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભુજ પહોંચ્યા હતા. તેમણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા કોટાઈ ગામના મહાવીર ચાડના પરિવારને સાંત્વના આપી હતી.

કહેવામા આવી રહ્યું છે કે આમિર તે જગ્યાની પણ મુલાકાત લેશે જ્યાં લગાન ફિલ્મનુ શૂટિંગ થયું હતું. અહીના એક ખેતરમાં જ ભુવન (આમિર ખાન) અને તેની ટીમે મેચ પ્રેક્ટિસ કરી હતી. ફાઇનલ મેચમાં લગભગ 10 હજાર લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેને 50 રૂપિયાનું રોજ આપવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે પાછળના દિવસોમાં આમિર ખાન પોતાની લાડલી દીકરી આયરા ખાનના લગ્નમાં વ્યસત હતા. મૂંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ અને ઉદયપુરમાં કૃશ્ચયન રિવાજથી લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સહિતની હસ્તીઓનો મેળાવડો જોવા મળ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી ફિલ્મોથી દૂર છે. જો કે તે ‘ચેમ્પિયન’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમાં ફરહાન અખ્તર હશે, પરંતુ પછી સમાચાર આવ્યા કે આમિર પોતે અભિનય કરશે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તે ગુલશન કુમારની બાયોપિક ‘મોગલ’માં જોવા મળી શકે છે. જો કે તેની આગામી ફિલ્મોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત