બોલીવુડના સિરીયલ કિસર ઇમરાન હાશમીએ આ રીતે ઉજવી એનિવર્સરી..

બોલીવુડમાં સિરિયલ કિસરના નામથી ઓળખાતા લોકપ્રિય અભિનેતા ઇમરાન હાશમી વાસ્તવમાં તેની પડદા પરની ઇમેજથી સાવ વિપરિત વ્યક્તિ છે. ઇમરાન હાશમી તેની પર્સનલ લાઇફમાં એક શુદ્ધ ફેમીલી મેન છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેઓ તેના પરિવારના ફોટો-વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ ઇમરાન હાશમીએ તેની વેડિંગ એનીવર્સરી ઉજવી હતી.

વેડિંગ એનીવર્સરી નિમિત્તે ઇમરાન હાશમીએ એક પ્રેમાળ અંદાજમાં વાઇફ પરવીનને વિશ કર્યું હતું. ઈમરાન હાશમીએ તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ પરવીન સાહની સાથે લગ્ન કર્યા છે અને તેઓ એક સુખી દામ્પત્ય જીવન માણી રહ્યા છે.

ઈમરાન અને પરવીન સ્કૂલના દિવસોથી સાથે છે. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે સમયે ઈમરાન ફિલ્મોમાં રોલ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ જ કારણ હતું કે બંનેએ એકબીજાની થોડી વધુ રાહ જોઈ અને લગ્નના નિર્ણયમાં વિલંબ કર્યો. આ રીતે, લગભગ 10 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, બંનેએ 14 ડિસેમ્બર 2006 ના રોજ લગ્ન કર્યા. લગ્ન બાદ બંનેને એક પુત્ર પણ છે.

ફિલ્મોમાં આવતા પહેલા ઈમરાન હાશ્મીએ મહેશ ભટ્ટની ફિલ્મ રાઝમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી અને ત્યાર બાદ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટે ફૂટપાથ ફિલ્મથી અભિનેતા તેને ડેબ્યૂ કરાવ્યો હતો. આ ફિલ્મથી તેને સીરિયલ કિસરનો ટેગ મળ્યો અને આ પછી તેણે એક પછી એક હિટ ફિલ્મો આપી હતી.