મનોરંજન

ઉંમર તો એક નંબર છે: નિવૃત્તિની વયે પણ દિગ્ગજ અભિનેતાઓ છે એક્ટિવ!

મુંબઈ: હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઘણા દિગ્ગજ કલાકારો છે, જેમણે વર્ષોથી ચાહકોનું મનોરંજન કર્યું છે. અહીં ફિલ્મ ઉદ્યોગના કેટલાક સૌથી વરિષ્ઠ કલાકારોની સૂચિ છે, જેમાંથી કેટલાક તો આજે પણ સક્રિય છે.

90 વર્ષના થયા ધર્મેન્દ્ર અને પ્રેમ ચોપરા

કામિની કૌશલનો જન્મ 24 ફેબ્રુઆરી, 1927ના રોજ થયો હતો. 98 વર્ષીય કામિની કૌશલ હાલ સૌથી મોટી ઉંમરના કલાકારોની યાદીમાં પહેલા ક્રમે છે. કામિની કૌશલે 1946માં આવેલી ચેતન આનંદ દિગદર્શિત ફિલ્મ ‘નીચા નગર’થી ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હતું. પોતાના ફિલ્મી કરિયર દરમિયાન કામિની કૌશિક બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના યુગમાં તેમણે દિલીપ કુમાર, રાજ કપૂર જેવા ઘણા જાણીતા એક્ટર્સ સાથે કામ કર્યું હતું. છેલ્લે તેઓ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (2022)માં જોવા મળ્યા હતા.

પ્રેમ ચોપરાનો જન્મ 23 સપ્ટેમ્બર, 1935ના રોજ લાહોરના હિન્દુ-પંજાબી પરિવારમાં થયો હતો. પ્રેમ…પ્રેમ ચોપરા… 90 વર્ષીય આ અભિનેતાનો આ ડાયલોગ આજે પણ એવરગ્રીન છે. તેમના ફિલ્મી કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ ‘ચૌધરી કરનૈલ સિંહ’થી થઈ હતી. આ ફિલ્મમાં તેમણે હીરોની ભૂમિકા ભજવી હતી. મનોજ કુમારની ફિલ્મ ‘શહીદ’ (1965)માં તેમને સુખદેવની ભૂમિકા મળી. આ તેમની પહેલી હિંદી ફિલ્મ હતી. જોકે, ફિલ્મોમાં એક ખલનાયક તરીકે પોતાની આગવી ઓળખ બનાવી હતી. છેલ્લે તેઓ રણવીર કપૂરની ફિલ્મ એનિમલ (2023)માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: એક્ટિંગને અલવિદા કહીને રાજકારણ જોઈન્ટ કરશે દિગ્ગજ અભિનેતા? આપી ચૂક્યા છે અનેક હિટ ફિલ્મો…

ધર્મેન્દ્ર ભારતીય સિનેમાના એક દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા છે, જેમને તેમના ચાહકો પ્રેમથી ‘હી-મેન’ અને ‘એક્શન કિંગ’ તરીકે ઓળખે છે. 8 ડિસેમ્બર, 1935ના રોજ જન્મેલા આ અભિનેતાનો 90મો જન્મદિવસ હવે નજીકમાં છે. ધર્મેન્દ્રએ પોતાની છ દાયકાથી વધુની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની યાદગાર ફિલ્મોમાં શોલે, ફૂલ ઔર પથ્થર, સત્યકામ, ચુપકે ચુપકે, ધરમ વીર, સીતા ઔર ગીતા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. છેલ્લે તેઓ રોકી ઔર રાની કી પ્રેમ કહાની (2023), તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા (2024) ફિલ્મમાં જોવા મળ્યા હતો. આગામી સમયમાં તેઓ ‘ઈક્કિસ’ ફિલ્મમાં પણ જોવા મળશે.

અમિતાભ બચ્ચન ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત

રણજીત બોલિવૂડના એક એવા અભિનેતા છે, જેમને તેમની યાદગાર ખલનાયકની ભૂમિકાઓ માટે ઓળખવામાં આવે છે. 12 સપ્ટેમ્બર, 1942ના રોજ જન્મેલ આ અભિનેતાનું મૂળ નામ ગોપાલ બેદી છે. પોતાના ફિલ્મી કરિયરમાં રણજીતે 350થી વધુ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ હાઉસફૂલ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચન બોલિવૂડમાં શહેનશાહ તરીકે જાણીતા છે. 11 ઓક્ટોબર, 1942ના રોજ જન્મેલ આ 83 વર્ષના આ અભિનેતાને શરૂઆતમાં ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમિતાભ બચ્ચને 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાનીમાં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું હતું. 1971માં આવેલી ‘આનંદ’ ફિલ્મ માટે તેઓને સપોર્ટિંગ એક્ટરના રોલ માટે પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે દીવાર, શોલે અને ડોન જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. આજે પણ તેઓ ફિલ્મોમાં સક્રીય છે. સાથોસાથ તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)શોને પણ હોસ્ટ કરે છે.

આ પણ વાંચો: પોતાનાથી 36 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બી-ટાઉનના દિગ્ગજ અભિનેતાએ આપ્યો એવો કિસિંગ સીન કે…

જમ્પિંગ જેક તરીકે જાણીતા જીતેન્દ્રનો જન્મ 7 એપ્રિલ, 1942ના રોજ થયો હતો. જોકે 83 વર્ષીય આ અભિનેતાનું મૂળ નામ રવિ કપૂર છે. જીતેન્દ્રએ 1964માં આવેલી ‘ગીત ગાયા પથ્થરોં ને’ ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ 1967માં આવેલી ‘ફર્ઝ’ ફિલ્મમાં તેમના ડાન્સ મૂવ્સ અને ખાસ કરીને સફેદ શર્ટ અને સફેદ શૂઝની શૈલી ખૂબ જ લોકપ્રિય બની હતી. જેના કારણે તેમને ‘જમ્પિંગ જૅક’ નામ મળ્યું હતું. તેમણે હિંમતવાલા, તોહફા, માવાલી જેવી અનેક હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તેઓ ‘કાર્બન’ વેબ સિરીઝ અને 2022માં ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

સુરેશ ઓબેરોયનો જન્મ 17 ડિસેમ્બર, 1946ના રોજ થયો હતો. 79 વર્ષીય આ અભિનેતા હીરો બનવાના સપના સાથે મુંબઈ આવ્યો હતો. પરંતુ તેને ખલનાયક અને ચરિત્ર અભિનેતા તરીકે સફળતા મળી હતી. તેમની કર્મા, તેજાબ, ચાંદની, વિશાલ, એલાન-એ-જંગ, વક્ત હમારા હૈ જેવી ફિલ્મો યાદગાર છે. તેમનો પુત્ર વિવેક ઓબેરોય પણ ફિલ્મોમાં સક્રિય છે. સુરેશ ઓબેરોય છેલ્લા એનિમલ (2023) ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ફિલ્મો અને OTT પ્લેટફોર્મ્સ પર સક્રિય નસીરુદ્દીન શાહ

રણધીર કપૂર હિન્દી સિનેમાના પ્રખ્યાત કપૂર પરિવારના સભ્ય છે. 15 ફેબ્રુઆરી, 1947ના રોજ અભિનેતા રાજ કપૂરના ઘરે તેઓનો જન્મ થયો હતો. રણધીર કપૂરે 1955માં પિતા રાજ કપૂરની ક્લાસિક ફિલ્મ ‘શ્રી 420’ માં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની યાદગાર ફિલ્મોમાં રામ તેરી ગંગા મૈલી, કસ્મે વાદે, જવાની દીવાની, હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની દીકરી કરિશ્મા અને કરીનાએ પણ બોલિવૂડમાં અભિનેત્રી તરીકે કારકિર્દી બનાવી છે.

મિથુન ચક્રવર્તી ભારતીય સિનેમાના એક દિગ્ગજ અભિનેતા છે, જેમને તેમની શાનદાર ડાન્સિંગ સ્ટાઇલ અને ‘ડિસ્કો ડાન્સર’ તરીકેની ઓળખ માટે વિશ્વભરમાં પ્રેમ મળે છે. 16 જૂન, 1950ના રોજ જન્મેલા આ અભિનેતાનું મૂળ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. તેઓ છેલ્લા ધ કાશ્મીર ફાઇલ્સ (2022), ધ બેંગાલ ફાઇલ્સ (The Bengal Files) (2024) ફિલ્મમાં જોવા મળ્યા હતા.

નસીરુદ્દીન શાહ ભારતીય સિનેમા અને થિયેટરના સૌથી પ્રતિષ્ઠિત અને અગ્રણી કલાકારોમાંના એક છે. 20 જુલાઈ, 1950ના રોજ જન્મેલા આ અભિનેતાને 1975માં આવેલી ફિલ્મ ‘નિશાંત’થી ઓળખ મળી હતી. તેમની યાદગાર ફિલ્મોમાં મંથન, ભૂમિકા, જુનૂન, આક્રોશ, મિર્ચ મસાલા અને જાને ભી દો યારો જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉંમરે પણ તેઓ થિયેટર (તેમનો મનપસંદ માધ્યમ), ફિલ્મો અને OTT પ્લેટફોર્મ્સ પર સક્રિય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button