Nita Ambaniથી લઈને Suhana Khan બધા પાસે છે આ એક ખાસ ટચુકડી વસ્તુ, જોઈ લો શું છે એ…

હેડિંગ વાંચીને તમને પણ સવાલ થયો ને કે આખરે આ શું ખાસ વસ્તુ છે કે જેણે નીતા અંબાણી જેવા જાજરમાન ફેશનિએસ્ટાથી લઈને સુહાના ખાન જેવી નવોદિત સ્ટાર કિડ્સ પાસે પણ આ ખાસ વસ્તુ છે હેં ને? ચાલો તમને એના વિશે જણાવીએ…

વાત જાણે એમ છે કે ફેશન ટ્રેન્ડમાં મિની કેલી હર્મિસ બેગનો જલવો જોવા મળી રહ્યો છે આ બેગે નીતા અંબાણી, ઈશા અંબાણી, શનાયા કપૂર, સુહાના ખાન અને અનન્યા પાંડે સહિતની ફિમેલ સેલિબ્રિટી પાસે આ ટચૂકડી હેન્ડ બેગ જોવા મળે છે, એટલું જ નહીં આ બેગ માટે તેઓ લાખો રૂપિયા ખર્ચે પણ છે. બોલીવૂડ સેલેબ્સ માટે મિની કેલી હર્મિસ બેગનો એક સુંદલ બાઈટ સાઈઝ્ડ લક્ઝરી ટ્રેન્ડ બની ગઈ છે. નીતા અંબાણ કે જેઓ પોતાના રેર બિર્કિન્સના બેસ્ટ કલેક્શન માટે જાણીતા છે, પરંતુ હાલમાં નીતા અંબાણી પણ આ મિની કેલી હર્મિસ બેગ કેરી કરતાં જોવા મળ્યા હતા.

વાત કરીએ આ ખાસ બેગની તો મિની કેલી બેગ સિગ્નેચર કેલી શેપથી ખૂબ જ હળતી-મળતી આવે છે. આ બેગમાં ટ્રેઝેજોઈડ શેપ, બે ત્રિકોણાકાર ગસેટ, ટોપ હેન્ડલ અને શોલ્ડર સ્ટ્રેપનો સમાવેળ થાય છે. મિની કેલી એક કેલી બેગ જ છે, બસ નાના આકારની. હાલમાં નીતા અંબાણી પણ મનિષ મલ્હોત્રાની એક ઈવેન્ટમાં આ ટચૂકડી બેગ ફ્લોન્ટ કરતાં જોવા મળ્યા હતા.

નીતા અંબાણીની સાથે સાથે આ જ ઈવેન્ટમાં શનાયા કપૂરે મનિષ મલ્હોત્રાની વ્હાઈટ સફેદ કસ્ટમ મેડ સાડીની સાથે લીલા રંગની મિની કેલીની બેગ સાથે જોવા મળી હતી. મમ્મી નીતાની જેમ જ દીકરી ઈશા અંબાણીએ પણ એક ઈવેન્ટમાં આ બેગ કેરી કરી હતી, બસ ઈશાની બેગની ખાસ વાત એ હતી કે તેણે પોતાની બેગ પર જુડવા બાળકોના નામ લખાવ્યા હતા.

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ શાહરુખ ખાનની લાડકી સુહાના ખાન પણ આ સરસ મજાની ટચુકડી બેગ સાથે જોવા મળી હતી અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ઉપરાંત થોડા અઠવાડિયા પહેલાં અનન્યા પાંડે પણ પોતાની મિની કેલીને ક્રોસબોડી બેગની જેમ કેરી કરીને પોઝ આપતી જોવા મળી હતી.
દેખાવમાં આ નાનકડી દેખાતી બેગની કિંમત લાખોમાં છે, પણ સેલેબ્સ માટે તો આ કંઈ ખાસ મોટી વાત નથી.