બોલીવૂડની BeBo થઈ 44ની: જાણો કેટલી છે નેટવર્થ
Kapoor familyની બે બહેનોએ પરિવારની પરંપરાઓને તોડી બોલીવૂડમાં ખાસ સ્થાન હાંસિલ કર્યું છે. પરિવાર ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતું હોય પણ બન્ને બહેનોએ પોતે મહેનત અને સંઘર્ષમાં કોઈ કમી નથી રાખી. આજે નાની બહેન અને બોલીવૂડની બેબો તરીકે ઓળખાતી કરીના કપૂર ખાનનો 44મો જન્મદિવસ છે. કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હૉટ પિક્ચર્સ શેર કર્યા છે, જે બેબો એકદમ હૉટ એન્ડ સેક્સી લાગે છે.પ્રિયંકા ચોપરા, રિદ્ધિમા કપૂર સાહની, મનીષ મલ્હોત્રા, સબા પટૌડી અને ઝોયા અખ્તર સહિત ઘણા સેલેબ્સે કરીનાને તેના જન્મદિવસ નિમિત્તે અભિનંદન આપ્યા છે અને તેની તસવીરો પસંદ કરી છે. ફેન્સ તો કરીનાને જોઈ દિલ દઈ બેઠાં છે. તેની પોસ્ટને 4 લાખથી વધુ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી છે કરીના માટે કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ ઇમોજીનો વરસાદ થયો છે.
ફિલ્મ જબ વી મેટમાં કરીનાનો એક ડાયલૉગ ભારે ફેમસ થયો હતો. આઈ એમ માય ફેવરીટ. તે પોતાના જીવનમાં પણ પોતાની ફેવરીટ રહી છે અને બોલ્ડ સિન આપવાની માંડી બોલ્ડ ડિસિઝન લેવા સુધી તે પોતાનું ધાર્યું કરતી આવી છે. કરીનાએ પોતાની ઉંમરમાં ઘણા મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને બે દીકરાની માતા છે.
કરીનાનો આ આત્મવિશ્વાસ તેને અહીં સુધી બોલિવૂડમાં લઈ આવ્યો છે. કરીના કપૂર ખાને વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી, ફિલ્મ ચાલી ન હતી પરંતુ કરીના કપૂર ખાન તેની આગામી ફિલ્મ મુઝે કુછ કહેના હૈ (2001) સાથે સુપર-ડુપર હિટ બની હતી. તે જ સમયે, કરીનાએ વર્ષ 2001 માં પાંચ ફિલ્મો કરી, જેમાંથી સૌથી વધુ હિટ ફિલ્મ કભી ખુશી કભી ગમ હતી. આ ફિલ્મથી તે છવાઈ ગઈ.
કરીનાએ ઘણી હિટ ફિલ્મો આપી છે અને હાલમાં જ તેની ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સમાં જોવા મળી છે.
કરીનાએ ઘણી લાંબી મજલ કાપી છે. તે ફિલ્મો સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે. એક અહેવાલ પ્રમાણે કરીનાની નેટવર્થ રૂ. 480 કરોડથી વધારે છે. કરીના ચેરીટી પણ કરે છે. તે ઘણા ચેરીટી કાર્યક્રમોમાં ભાગ લે છે અને ડોનેશન પણ આપે છે.
બોલીવૂડની આ રૂપસુંદરીને જન્મદિવસે શુભકામના…