મનોરંજન

હવે આલિયા ભટ્ટનો ભાઈ બનશે કપૂર પરિવારનો જમાઈ…

બોલિવૂડમાં રોજ નવા નવા સમાચારો આવતા રહે છે. ક્યારેક કોઇકના લગ્નના અહેવાલો આવે છે, તો ક્યારેક કોઇકના ડિવોર્સના સમાચાર આવે છે. બોલિવૂડની રંગીલા અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના ડિવોર્સ વચ્ચે સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગના સમાચાર પણ આવ્યા છે. હવે આવા જ એક સમાચાર આવ્યા છે કે આલિયા ભટ્ટનો ભાઈ જલ્દી લગ્ન કરશે.

આ પણ વાંચો : રેડ બલુન ગાઉનમાં ઐશ્વર્યા રાય અને મેટાલિક સિલ્વરમાં Alia bhattના રેમ્પ વૉકે લોકોના દિલ જીતી લીધા

કપૂર પરિવારની દીકરી સાથે લગ્ન કરીને તે બોલિવૂડનો જમાઈ પણ બનશે. આ સાંભળીને સોશિયલ મીડિયા પર ખુશીનો માહોલ સર્જાઇ ગયો છે.

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ ‘જીગરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વેદાંગ રૈના પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં વેદાંગ આલિયાના ભાઈનો રોલ કરી રહ્યો છે. તાજેતરમાં, વેદાંગ અને આલિયા, કપિલ શર્માના શોમાં ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. આ શોમાં વેદાંગે તેના સંબંધો વિશે સંકેત આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વેદાંગ રૈના બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી અને જહાન્વી કપૂરની બહેન ખુશી કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને તેમના સંબંધો ગંભીર છે. બંને વચ્ચે લગ્નની યોજનાઓ પણ ચાલી રહી છે.

હકીકતમાં કપિલે વેદાંગને સવાલ પૂછ્યો હતો કે શું તે જિગરામાં આલિયા ભટ્ટનો ભાઇ બનીને ખુશ છે કે પછી તેને દુઃખ છે કે તેને આલિયા ભટ્ટ સાથે કામ કરવા તો મળ્યું, પણ એનો ભાઇ બનવું પડ્યું. આના જવાબમાં વેદાંગે કહ્યું કે તેને ખુશી છે.

કપિલે તેને બીજો ગુગલી સવાલ પૂછ્યો કે- તમને સૌથી વધુ ખુશી ક્યાં મળે છે. આના જવાબમાં વેદાંગ હસવા માંડ્યો, પણ કંઇ બોલ્યો નહીં. વેદાંગ શરમથી લાલ થઈ ગયો હતો. તે મનમાં જ હસતો હતો. આ પછી યુઝર્સે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાનું શરૂ કર્યું. તેઓ માને છે કે વેદાંગે ખુશી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે અને ટૂંક સમયમાં તે બોની કપૂરનો જમાઈ બનશે.

બધા જ જાણે છે કે તે વેદાંગ રૈના સાથે રિલેશનશિપમાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ ખુશી કપૂરના ફોનનું વૉલપેપર જોવા મળ્યું હતું જેમાં ખુશીએ બહેન જ્હાન્વી કપૂર, તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા, પોતાની અને વેદાંગની તસવીર મૂકી હતી. વેદાંગા આખા કપૂર પરિવારને પસંદ છે. જ્હાન્વી કપૂર પણ તેને ઘણો પસંદ કરે છે. પોતાની નાની બહેન માટે તેને એવો જીવનસાથી જોઇએ છે જે તેની જેમ તેની નાની બહેનની સંભાળ રાખે અને એવું કહેવાય છે કે વેદાંગ રૈના ખુશીને ખૂબ પ્રેમ કરે છે અને તેનું ધ્યાન રાખે છે. વેદાંગના પરિવારને પણ તેમના સંબંધો સામે કોઈ વાંધો નથી.

વેદાંગ રૈનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ખુશી કપૂર સાથે રોમેન્ટિક રિલેશનશિપમાં જોવા મળ્યો હતો. પરંતુ હવે ટૂંક સમયમાં જ વેદાંગ આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘જીગરા’માં જોવા મળવાનો છે. જેમાં તે અભિનેત્રીના ભાઈનો રોલ કરવા જઈ રહ્યો છે. વેદાંગ રૈના માત્ર એક્ટર જ નથી પણ એક સારો ગાયક પણ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…