ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ઉંમરમાં કેટલો તફાવત છે?

મુંબઈઃ બોલીવૂડના હી-મેન ધર્મેન્દ્રના નિધનથી હિંદી ફિલ્મ જગતના એક યુગનો અંત આવ્યો છે. સૌના લાડકા ધરમપાજીએ 89ની વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા.
મુંબઈની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ધરમપાજીની આગળની સારવાર ઘરે ચાલી રહી હતી. દરમિયાન ધરમપાજીને વિદાય આપવા તેમના બીજા પત્ની હેમા માલિની, ઈશા દેઓલ, આમિર ખાન, અમિતાભ બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીઓ પહોંચ્યા હતા. જોકે, આ બધા વચ્ચે હેમા માલિની અને ધરમપાજીની ઉંમરમાં કેટલો તફાવત છે એ જાણીએ…
બોલીવૂડના હી-મેન ગણાતા ધર્મેન્દ્રના પહેલાં લગ્ન 19 વર્ષની વયે પ્રકાશ કૌર સાથે થયા હતા. ત્યાર બાદ ફિલ્મોમાં આવેલા ધરમપાજીને હેમા માલિની સાથે પ્રેમ થયો તેમણે હેમા માલિની સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. વાત કરીએ ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચેના ઉંમરની તફાવતની તો બંને વચ્ચે 13 વર્ષનો તફાવત હતો જ્યારે એમણે લગ્ન કર્યા એ સમયે બીજા લગ્ન અને તેમની ઉંમરનો તફાવત લોકોમાં ચર્ચાનું કારણ બન્યા હતા.
1980માં ધરમપાજી અને હેમા માલિનીએ લગ્ન કર્યા અને આજે પણ આ કપલની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ક્યુટ અને લોકપ્રિય કપલ્સમાં કરવામાં આવે છે. ફેન્સ બંનેને એક સાથે જોવા માટે ખૂબ જ આતુર હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 8મી ડિસેમ્બરના ધરમપાજી 90 વર્ષના થવાના હતા અને પરિવારના સભ્યો તેમનો બર્થડે ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.
વાત કરીએ દિગ્ગજ કલાકારના પરિવારમાં કોણ કોણ છે એની તો ધરમપાજીના પરિવારમાં તેમના પહેલાં પત્ની પ્રકાશ કૌર અને એમનાથી થયેલાં બે દીકરા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે. જ્યારે હેમા માલિની સાથેના બીજા લગ્નથી તેમને બે દીકરીઓ છે.
આપણ વાંચો: આતંકી હુમલા પર બોલ્યો શાહરુખ, દેશને એકતા અને શાંતિના માર્ગે ચાલવા કર્યું આહ્વાન



