30,000 છોકરીઓ લગ્ન કરવા તૈયાર હતી બોલીવૂડના આ એક્ટર સાથે…

હેડિંગ વાંચીને ચકરાઈ ગયા ને કે ભાઈ આખરે કોણ છે આ એક્ટર કે જેની સાથે આટલી બધી છોકરીઓ લગ્ન કરવા તૈયાર છે? તો ભાઈ તમારા આ લગ્નનો જવાબ છે બી-ટાઉનના ગ્રીક ગોડ તરીકે ઓળખાતો એક્ટક રીતિક રોશન.
જી હા, રીતિક રોશને 2000ની સાલમાં ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી અને એમાં પણ ખાસ કરીને આ ફિલ્મ બાદ રીતિકની ફીમેલ ફેન ફોલોઈંગ વધતી જ જ જઈ રહી છે અને આજ સુધી આ સિલસિલો યથાવત છે. આજે અમે અહીં આ ફિલ્મ રીલિઝ થયા બાદ એક્ટર સાથે શું થયું હતું એના વિશેનો એક રસપ્રદ કિસ્સો શેર કરવા જઈ રહ્યા છીએ.
રીતિક રોશનને બોક્સ ઓફિસ પર રૂપિયા 80 કરોડની કમાણી કરનાર ફિલ્મ કહો ના પ્યાર હૈ રીલિઝ થયા બાદ આવેલા વેલેન્ટાઈન્સ ડે પર લગ્ન માટેના 1000-2000 નહીં પણ 30000 જેટલા પ્રપોઝલ આવ્યા હતા. આ વાતનો ખુલાસો ખુદ રીતિક રોશને કપિલ શર્માના કોમેડી શો પર કર્યો હતો.
અસંખ્ય યુવતીઓના દિલોના રાજકુમાર રીતિક રોશેને લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સુઝેન ખાન સાથે લગ્ન કર્યા ત્યારે તેની સેંકડો ફિમેલ ફેન્સનું હાર્ટ બ્રેક થયું હતું. પરંતુ આખરે 2014માં રીતિક અને સુઝેને છૂટા પડવાનો નિર્ણય લીધો હતો અને એને કારણે તેમના ફેન્સને ખૂબ જ મોટો આંચકો લાગ્યો હતો. જ્યારે રીતિક રોશન હવે તેનાથી નાની ઉંમરની એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ રીતિક રોશન ફિલ્મ ફાઈટરમાં કામ કરતો જોવા મળશે અને આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પદુકોણ પણ જોવા મળશે. એવું કહેવાય છે કે આ ફિલ્મ 2024માં રીલિઝ થવા જઈ રહી છે.