Bollywood: આ Grand Wedding ની ચાલી રહી છે Grand Preparation
Bollywood coupleના લગ્નની રાહ તેમના ફેન્સ પણ જોતા હોય છે. લગ્નની સાથે તેમની તૈયારીઓ પણ ચર્ચાનો વિષય હોય છે. આજકાલ થીમ વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગના જમાનામાં તૈયારીઓ પણ એટલી જ જોરશોરથી થતી હોય છે. બોલીવૂડનું જે કપલ પરણવા જઈ રહ્યું છે તેમાં મુરતીયાના પિતા પણ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે આથી તેમના લગ્નની તૈયારીઓ પણ એટલી જ જોરદાર ચાલી રહી છે.
વાત કરી રહ્યા છે બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને પ્રોડ્યુસર-એક્ટર જેકી ભગનાનીના લગ્નની. જેકી વાસુ ભગનાનીનો દીકરો છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને 21 ફેબ્રુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. આ સાથે મુંબઈમાં પણ ગ્રાન્ડ રિસેપ્શન આપશે.
રકુલ અને જેકીના લગ્નના તમામ કાર્યક્રમો 19 થી 21 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. બંને પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં ગોવામાં સાત ફેરા લેશે. આ પછી રકુલ અને જેકી મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનનું આયોજન કરશે. બોલિવૂડ અને સાઉથ સિનેમાના ઘણા જાણીતા ચહેરા તેમાં જોવા મળવાના છે. 22 ફેબ્રુઆરીના રોજ આ ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈમાં રિસેપ્શન માટે પસંદ કરાયેલું સ્થળ ઘણું વિશાળ હોવાનું જાણવા મળ્યું છે. આ એક હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ હશે જેમાં માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સ સહિત ઉદ્યોગપતિઓ અને રાજકારણીની હાજરી પણ હશે.
ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો તેમાં સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, કરણ જોહર, અનિલ કપૂર, અરશદ વારસી, પૃથ્વીરાજ સુકુમારન, નાગા ચૈતન્ય, આયુષ્માન ખુરાના, માનુષી છિલ્લર, અલાયા એફ, કરિશ્મા કપૂર, અલ્લુ અર્જુન, રામ ચરણ, મહેશ બાબુ, વિકાસ બાબુ અને ડેવિડ ધવન સહિતના ઘણા મહેમાનો હોવાનું જાણવા મળ્યું છે.
થોડા દિવસો પહેલા જ આમિર ખાનની પુત્રીના રિસેપ્શનમાં આખું બોલીવૂડ ઉતરી આવ્યું હતું ત્યારે આ રિસેપ્શનમાં પણ સિતારાઓ એકસાથે ઝમીન પર ઉતર્યા હોય તેવો માહોલ ઊભો થશે.