ગણેશ ચતુર્થી 2025: આ બોલીવૂડ સોન્ગ વિના તો ગણેશોત્સવ અધૂરો જ… | મુંબઈ સમાચાર
મનોરંજન

ગણેશ ચતુર્થી 2025: આ બોલીવૂડ સોન્ગ વિના તો ગણેશોત્સવ અધૂરો જ…

આજથી મહારાષ્ટ્રના મુંબઈ સહિત દેશભરમાં ભક્તોએ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે અને આગામી 10 દિવસ સુધી આખો દેશ ગણેશોત્સવના રંગે રંગાયેલું જોવા મળશે. આ બધામાં અનેક બોલીવૂડ સેલેબ્સ પણ બાપ્પાની પોતાના ઘરે સ્થાપના કરીને પૂજા-અર્ચના કરે છે. ટૂંકમાં કહીએ તો બોલીવૂડ સેલેબ્સ જ નહીં પણ બોલીવૂડની ફિલ્મોમાં પણ ગણેશોત્સવની ધામ-ધૂમ દેખાડવામાં આવી છે. ચાલો એક નજર કરીએ બોલીવૂડની એવી ફિલ્મો અને સોન્ગ પર કે જેમાં લાડકા બાપ્પાનો જાદુ જોવા મળે છે-

દેવા શ્રી ગણેશા… (અગ્નિપથ)

2012માં આવેલી રીતિક રોશન સ્ટારર આ ફિલ્મમાં ગણેશોત્સવની ભવ્યતા દેખાડવામાં આવી છે અને આ ફિલ્મમાં દેવા શ્રી ગણેશા નામનું એક સોન્ગ પણ ફિલ્માવવામાં આવ્યું છે. આ સોન્ગ પર રીતિક રોશનનું એનર્જેટિક પર્ફોર્મન્સ આજે પણ દર્શકોના માનસપટ પર એકદમ તરોતાજા છે. આ ગીત જ ફિલ્મની સ્ટોરીનો એક મહત્ત્વનો હિસ્સો છે.

મોર્યા રે મોર્યા રે… (ડોન)

શાહરુખ ખાનની 2006માં આવેલી ફિલ્મ ડોનમાં શાહરૂખ ખાન પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત એક રીતે જોવા જઈએ તો શાહરૂખ ખાનના કેરેક્ટરની એન્ટ્રી માટેનું છે. કિંગ ખાન આ ગીતમાં ઢોલ વગાડતો અને ગણેશભક્તિના રંગે રંગાયોલે જોવા મળે છે. ફિલ્મનું આ ગીત સુપરહિટ રહ્યું હતું.

મેરા હી જલવા (વોન્ડેટ)

2009માં આવેલી ફિલ્મ વોન્ટેડમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ સલમાન ખાન મેરા હી જલવા ગીત પર પર્ફોર્મન્સ આપતો જોવા મળ્યો હતો. આ ગીત પણ ગણેશોત્સવ પર જ આધારિત હતું. એટલું જ નહીં પણ આ ફિલ્મમાં અનિલ કપૂરની પણ એક ઝલક જોવા મળી હતી.

ગજાનન ગજાનન… (બાજીરાવ મસ્તાની)

2010માં આવેલી ફિલ્મ બાજીરાવ મસ્તાનીના આ ગીતમાં પણ ગણેશોત્સવની ઝલક દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ગણપતિજીની વિશાળકાય પ્રતિમાની સામે રણવીર સિંહ આરતી કરતાં જોવા મળ્યો હતો. દર્શકો આ દ્રશ્યની ભવ્યતા જોઈને અંજાઈ ગયા હતા.

સુનો ગણપતિ બપ્પા મોરયા… (જુડવા)

વરુણ ધવન સ્ટારર ફિલ્મ જુડવા 2017માં આવેલી. ફિલ્મમાં સુનો ગણપતિ બપ્પા મોરયા ખુબ જ શાનદાર રીતે રજૂ કરવામાં આવ્યું છે. વરુણે આ ગીતમાં કમાલનું પર્ફોર્મન્સ આપ્યું છે. ગણેશોત્સવમાં આ ગીત અચૂક વગાડવામાં આવે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button