પ્રેગનન્ટ હીરોઈનો કે મમ્મીઓની હવે બોલીવૂડને સૂગ રહી નથી, ઉલટાનો મમ્મીઓ પણ કરી રહી છે બિઝનેસ…
આમિર ખાનની ફિલ્મ કયામત સે કયામત તક 1990માં જ્યારે રિલીઝ થઈ ત્યારે કોઈને ખબર ન હતી કે આ લવરમૂછીયો હીરો પરણેલો છે. ઘણા સમય સુધી નિર્માતાઓએ આ વાત જાહેર થવા દીધી નહીં. ઘણા સમય બાદ ખબર પડી કે એક્ટર રીના નામની છોકરીને પરણી ચૂક્યો છે અને તેના ગીત પાપા કહેતે હૈમાં તે દેખાઈ પણ છે. ત્યાં સુધીમાં લાખો છોકરીઓ આમિરને પોતાનું દિલ દઈ બેઠી હતી અને ફિલ્મ સુપરહીટ થી ગઈ હતી. આ તો હતી હીરોની વાત કે હીરો પરણેલો છે તે ખબર પડે તો તેનું ફિમેલ ફોલોઈંગ ઘટી જાય અને ફિલ્મ ન ચાલે. હીરોઈનના કેસમાં તો સાવ જ અલગ. એકવાર હીરોઈન પરણી એટલે તેની કરિયર પર ફૂલસ્ટોપ. લગ્ન કરતા પહેલા હીરોઈનોએ ધ્યાન રાખવું પડતું કે તેમના હાથમાં જેટલા પ્રોજેક્ટ્સ હોય તે પૂરા કરી લે. આ માતા બની ચૂકેલી તો હીરોઈન બની જ ન શકે. આથી જ એવા અહેવાલો પણ છે કે જ્યારે ઈશાનો જન્મ થવાનો હતો ત્યારે ધર્મેન્દ્રએ આખી 100 બેડની હૉસ્પિટલ બૂક કરાવી હતી જેથી લોકોને ખબર ન પડે કે હેમા મા બની ગઈ છે. બહુ ઓછી હીરોઈનો છે જે લગ્ન બાદ કે માતા બન્યા બાદ પણ સારા રોલ મેળવી શકી હોય.
આ પણ વાંચો : દીપિકા પાદુકોણ- રણવીર સિંહના ઘરે ગુંજી કિલકારી, જાણો દીકરો છે કે દીકરી…
પણ હવે સમય ઘણો બદલાયો છે. આજે જે માતા બની તે દીપિકા પદુકોણથી માંડી દરેક અભિનેત્રી છેડચોક કહે છે કે મૈં મા બનનેવાલી હું… અને પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતા કે મા બન્યા બાદ વધી ગયેલા વજન કે ચબી થઈ ગયેલા ગાલ સાથેના ફોટો શેર કરતા ડરતી નથી. ઉલટાનું તે આ બધાને સેલિબ્રેટ કરે છે અને ફેન્સ પણ પોતાની ફેવરીટ હીરોઈનોના જીવનના ખાસ દિવસોમાં તેને શુભેચ્છાઓ આપે છે.
આ પણ વાંચો : જન્મદિવસ પર મોટો ધડાકો કરશે આ અભિનેતા….
દીપિકા, આલિયા, અનુષ્કા, કરિના આ બધાએ પ્રેગનન્સી સમયે ફિલ્મો પણ શૂટ કરી છે જે ઘણું અઘરું કામ હોય છે. આ સાથે પ્રેગનન્સી સમયે કરવામાં આવતા યોગાસન, કસરતો વગેરે પણ શેર કરી છે.
પ્રેગનન્ટ સેલિબ્રિટી અને માતા બની ગયેલી સેલિબ્રિટી કમાણી પણ ખાસ્સી કરે છે. સોનમ કપૂર, કરિના કપૂર, શિલ્પા શેટ્ટી બેબી પ્રોડક્ટ બ્રાન્ડ્સ કે પ્રેગનન્ટ મહિલાઓ માટેના ફૂડ બ્રાન્ડ્સ, વગેરેની એમ્બેસેડર બને છે.
ફિલ્મજગતમાં આવેલો આ એક ખૂબ જ સરસ ફેરફાર છે. સમસ્યાઓ ઘણી છે પણ તેની સાથે સારું પણ ઘણું થઈ રહ્યું છે.