મુંબઇમાં પાછા ફરતા જ સલમાન ખાને સૌથી પહેલા કર્યું આ કામ…
મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાનું નિધન થયું છે અને 12 સપ્ટેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં સંપૂર્ણ બોલિવૂડ મલાઇકાના પરિવાર સાથે ઉભું જોવા મળ્યું હતું. તે જ સમયે, ખાન પરિવારના લોકો પણ સમાચાર સાંભળતા જ તેના ઘરે પહોંચ્યા હતા. સલીમ ખાનથી લઈને એક્ટ્રેસના એક્સ હસબન્ડ એક્ટર અરબાઝ ખાન પણ તેને સપોર્ટ કરવા આવ્યા હતા. દરમિયાન સલમાન મુંબઈ આવતાની સાથે જ મલાઈકાની માતા જોયસના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી ગયો હતો. અહેવાલ મુજબ, તે અંતિમ સંસ્કાર માટે સમયસર શહેરમાં પહોંચી શક્યો ન હતો કારણ કે તે ફિલ્મ સિકંદર માટે શૂટિંગમાં વ્યસ્ત હતો. સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સલમાન ખાન પોતાની કારમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે. વીડિયોમાં સલમાન ખાન બ્લુ ડિસ્ટ્રેસ્ડ જીન્સ અને કેઝ્યુઅલ નેવી બ્લુ શર્ટમાં જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને ફેન્સ ભાઈજાન અને તેના પરિવારના વખાણ કરી રહ્યા છે.
અનિલ મહેતાએ બુધવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ સમાચાર મળતા જ સલમાન ખાનનો ભાઈ-એક્ટર અરબાઝ ખાન તરત જ તેની પૂર્વ પત્ની મલાઈકા અરોરાના માતાના ઘરે પહોંચી ગયો હતો. ત્યાર બાદ 12 સપ્ટેમ્બર ગુરુવારે સલમાન ખાન પણ મુંબઇ આવતા જ કડક સુરક્ષા વચ્ચે મલાઇકાની માતાના ઘરે પહોંચ્યો હતો. તેના મોઢા પર નિરાશા સ્પષ્ટ છલકાતી હતી.
2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ સલમાન ખાન મલાઈકાને 7 વર્ષ પછી મળ્યો હતો. ખાન પરિવાર ઘણીવાર મલાઈકા સાથે ઘણા પ્રસંગોએ જોવા મળ્યો છે, પરંતુ સલમાન ક્યારેય મલાઈકા સાથે જોવા મળ્યો નથી. સલમાન અને મલાઈકાએ ‘દબંગ’ના આઇટમ સોંગ ‘મુન્ની બદનામ’માં પણ સાથે કામ કર્યું છે.