માધુરી દીક્ષિત સાથે પર્ફોર્મ કરતી વખતે લપસ્યો વિદ્યા બાલનનો પગ તો….
આ દિવાળીમાં દિગ્દર્શક પ્રિયદર્શન ફરી એક વાર હલચલ મચાવવા તૈયાર છે. પ્રિયદર્શનની ફિલ્મ ભૂલ ભુલૈયા-3 આ દિવાળીમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમની આ ફિલ્મ બોલીવુડની ક્લાસિક કલ્ટ મુવી ગણવામાં આવે છે. આ વખતે ફિલ્મમાં દર્શકોને માત્ર એક કે નહીં પરંતુ બે સુપરસ્ટારને એકસાથે જોવાનો મોકો મળશે. હા, ફિલ્મમાં વિદ્યા બાલન સાથે માધુરી દીક્ષિત પણ મહત્વના રોલમાં જોવા મળશે.
ભૂલ ભુલૈયા-3ના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત આમી જે તોમાર 3.0 માં વિદ્યા અને માધુરી દીક્ષિત તેમના આકર્ષક ડાન્સ પર્ફોમન્સથી ધૂમ મચાવી રહ્યા છે. મુંબઈમાં તાજેતરના ગીત લોન્ચમાં આ બંને અભિનેત્રીઓ આ આઇકોનિક ગીત પર લાઈવ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. પર્ફોર્મન્સ દરમિયાન વિદ્યા બાલનનો પગ સ્લિપ થઈ ગયો હતો અને તે સ્ટેજ પર પડી ગઈ હતી, જેને તેણે કુશળતાથી ડાન્સ સ્ટેપમાં ફેરવીને પ્રોફેશનલ રીતે સંભાળી લીધું હતું. માધુરીએ પણ તેને ટેકો આપતા ડાન્સ ચાલુ રાખ્યો હતો અને સ્ટેપ બદલી વિદ્યા પાસે જઇ તેને સપોર્ટ કર્યો હતો. માધુરીએ કોઇને એવો અંદાજો આવવા નહોતો દીધો કે વિદ્યા પડી ગઇ છે. તે જોઈને માત્ર મંજુલિકા જ નહીં ફેન્સ પણ ઘણા ખુશ થઈ ગયા હતા અને તેમણે માધુરીના વખાણ કર્યા હતા.
વિદ્યા બાલને જણાવ્યું હતું કે માધુરી દીક્ષિત સાથે ડાન્સ સ્ટેજ શેર કરવું મારા માટે સરળ ન હતું. આ મારું સપનું હતું. જ્યારથી મેં તેમનું એક દો તીન… ગીત જોયું છે ત્યારેથી મને તેમની જેમ ડાન્સ કરવાની ઈચ્છા થઈ અને આજે હું તેમની સાથે ડાન્સ કરી રહી છું. જોકે, હું પડી ગઇ પરંતુ માધુરીએ જે રીતે મને હેન્ડલ કરી એ માટે તેમનો ઘણો આભાર.
આ પણ વાંચો…..Alia Bhattને કેમ ગુસ્સો આવ્યો? લાંબી લચક પોસ્ટ કરીને ઝાટકી નાખ્યા…
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને દરેક લોકો માધુરીના વખાણ કરી રહ્યા છે. લોકો આ બંનેની જોડીને ભૂલ ભુલૈયા-3માં જોવા માટે આતુર છે.
કાર્તિક આર્યન સ્ટારર ભૂલ ભુલૈયા-3 ફિલ્મમાં તૃપ્તી ડિમરી, રાજપાલ યાદવ, વિજય રાઝ, સંજય મિશ્રા, અશ્વિની કાલસેકર, રાજેશ શર્મા, મનીષ વાધવા, રોઝ સરદાના અને કંચન મુલિક પણ મુખ્ય ભૂમિકામાં છે. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ હોરર કોમેડી ફિલ્મ પહેલી નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.