મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ઝહીર ઇકબાલે કર્યો કરિશ્મા કપૂર સાથે ધમાકેદાર ડાન્સ તો સોનાક્ષી સિંહા….

‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’ આ દિવસોમાં ટેલિવિઝન પર ધૂમ મચાવી રહી છે. ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’ને કરિશ્મા કપૂર, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ જજ કરી રહ્યાં છે. આ શોને જય ભાનુશાલી અને અનિકેત ચૌહાણ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ શોના લેટેસ્ટ એપિસોડમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. બંનેએ રોમેન્ટિક પરફોર્મન્સ આપ્યું હતું. ડાન્સરોએ પણ પોતાનો જબરદસ્ત ડાન્સ બતાવ્યો હતો. આ દરમિયાન સોનાક્ષી સિન્હાના પતિ ઝહીર ઈકબાલે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે દિલ જીતી લેનારું પરફોર્મન્સ આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. તે કરિશ્મા કપૂરનું સુપર્બ પર્ફોમન્સ હતું. લોલોએ રેડ કલરનું મીડી પહેર્યું હતું. લોલો ઝહીર ઈકબાલ સાથે સોના કિતના સોના હૈ…..ગીત પર પરફોર્મ કરતી જોવા મળી હતી. જ્યારે સોનાક્ષી સિંહા બંનેને ચીયર કરતી જોવા મળી રહી છે. સોનાક્ષી અને ઝહિરે બંનેએ રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો.સોનાએ સેંથામાં સિંદુર પણ લગાવ્યું હતું. સોનાક્ષી સિન્હાની પ્રતિક્રિયા દિલ જીતી લે તેવી છે. સોનાક્ષી સિંહાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો સોનાક્ષીના વખાણ કરી રહ્યા છે.

બધા જ જાણે છે કે કરિશ્મા કપૂર ઘણી જ કુશળ ડાન્સર છે. અગાઉ એક એપિસોડમાં કરિશ્મા કપૂર વિતેલા જમાનાની અભિનેત્રી ઝિન્નત અમાનને ટ્રિબ્યુટ આપતી અને તેના સોંગ દમ મારો દમ …. પર ડાન્સ કરતી જોવા મળી હતી, જે જોઇને લોકો આફરિન પોકારી ગયા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરિશ્મા કપૂર છેલ્લે મર્ડર મુબારકમાં જોવા મળી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અને ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button