આ સેલિબ્રિટી કપલનું કરિયર એકસાથે ખતરામાં? એકસાથે ફિલ્મોમાંથી થઈ રહ્યા છે બહાર | મુંબઈ સમાચાર
મનોરંજન

આ સેલિબ્રિટી કપલનું કરિયર એકસાથે ખતરામાં? એકસાથે ફિલ્મોમાંથી થઈ રહ્યા છે બહાર

બોલીવૂડમાં ઘણા સેલિબ્રિટી કપલ્સ છે, જેમાં લગ્ન બાદ કે માતા બન્યાં બાદ ઘણીવાર હીરોઈનોનું કરિયર ડામાડોળ થતું હોય છે, પરંતુ હીરોના કરિયરને ખાસ ફરક પડતો નથી, પરંતુ આપમે જે કપલની વાત કરી રહ્યા છે, તે બન્ન સુપરસ્ટાર છે અને બન્ને છેલ્લા અમુક સમયથી ફિલ્મોમાંથી પડતા મૂકાયા છે, અથવા તેમણે અમુક કારણો આપી ફિલ્મો છોડી છે. તેમનું ફિલ્મો છોડવાનું પણ વિવાદાસ્પદ રહ્યું છે.

આ સેલિબ્રિટી કપલ એટલે દીપિકા પદુકોણ અને રણવીર સિંહ. બન્ને એક વર્ષ પહેલા પેરેન્ટ્સ બન્યા છે, પરંતુ હમણા હમણા તેમની ફિલ્મો છોડવાના અહેવાલોને લીધે ચર્ચામાં આવ્યા છે. દીપિકા અને રણવીરે બોલીવૂડમાં ખાસ નામ બનાવ્યું છે અને ઘણી સારી ફિલ્મો આપી છે, એવોર્ડ્સ જીત્યા છે અને કરોડોમાં ફેન ફોલોઈંગ ધરાવે છે.

દીપિકાએ કેમ છોડવી પડી ફિલ્મો
પહેલા વાત કરીએ દીપિકા પદુકોણની. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલીવૂડમાં ધામાકેદાર એન્ટ્રી કરનારી દીપિકાએ ઘણી સારી ફિલ્મો આપી છે અને એક સમયે બોલીવૂડની સૌથી વધુ ફી લેતી હીરોઈન બની ગઈ હતી. રણવીર સાથે લગ્ન બાદ અને પ્રેગનન્ટ થયા બાદ પણ તેણે ફિલ્મો કરી છે. જોકે ચાલુ મહિનાની શરૂઆતમાં જ ધીમે ધીમે દીપિકા ફિલ્મો મામલે ચર્ચામા આવી.

સૌથી વધારે વિરોધ જાગ્યો સંદીપ વાંગાની ફિલ્મ સ્પિરીટથી. એનિમલના ડિરેક્ટર વાંગાની ફિલ્મમા પ્રભાસ સાથે દીપિકા ચમકવાની હતી, પરંતુ મા બન્યાં બાદ દીપિકાએ આઠ કલાકની શૂટિંગની શિફ્ટ માગી અને વિવાદ વકર્યો. દીપિકાને ઘણા સ્ટાર્સનો સપોર્ટ મળ્યો તો અમુકે તેનો વિરોધ પણ કર્યો, પણ પછી આ ફિલ્મમાંથી તે બહાર નીકળી ગઈ.

ત્યારબાદ દીપિકા પ્રભાસની જ ફિલ્મ કલ્કિ 2898 ADમાંથી બહાર થઈ. આ ફિલ્મના પાર્ટ-1માં તે હતી અને ફિલ્મે રૂ. 1000 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ આ ફિલ્મનો બીજો પાર્ટ અનાઉન્સ કરવામાં આવ્યો. તેમાં પણ દીપિકાને સાઈન કરવામાં આવી હતી. પણ હવે હીરોઈન આઉટ થઈ ગઈ છે. આના ઘણા કારણો બહાર આવ્યા છે, જેમાં એક તો રોલ નાનો હતો એટલે દીપિકાએ છોડી, દીપિકાએ ફી વધારે માગી અને નિર્માતાઓએ પડતી મૂકી, દીપિકાના નખરા વધી ગયા હોવાથી નિર્માતાઓ તેને પસંદ કરતા નથી વગેરે વગેરે.

હવે દીપિકા પાસે પઠાણ-2 છે, શાહરૂખની કિંગ છે અને શક્તિ શેટ્ટી નામની એક ફિલ્મ તેણે સાઈન કરી છે તે છે, પણ જે બે બિગ બજેટ ફિલ્મો તેણે છોડી છે તેની ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે.

રણબીરને ત્રણ ફિલ્મમાંથી પડતો મૂકાયો
રણબીર સિંહની ધુરંધર આ વર્ષના અંતમાં આવશે, પણ છેલ્લી બે ફિલ્મો 83 અને જયેશભાઈ જોરદાર ફ્લોપ ગઈ અને પછી રણબીર કંઈ કમાલ બતાવી શક્યો નથી. અલગ અલગ રોલ કરીને રણબીરે દર્શકોમાં અને નિર્માતાઓમા સારી ચાહના મેળવી છે, પરંતુ ફિલ્મો હાથમાંથી જઈ રહી છે.

HanuManના ડિરેક્ટર પ્રશાંત વર્મા સાથે રણબીરે હાથ મિલાવ્યા. ફિલ્મ સાઈન કરી, થોડું શૂટ થયા બાદ ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો, જેનાથી નિર્માતા ખૂબ જ નારાજ થયા હોવાનું કહેવાય છે. આવું જ કંઈક શક્તિમાન સાથે થયું. ફિલ્મના ડિરેક્ટર બેસલ જોસેફને રણવીરે એટલી રાહ જોવડાવી કે તે થાકી ગયા અને શક્તિમાન હાલમાં અભેરાઈએ ચડી ગઈ છે. રણવીરે જેમની સાથે બાજીરાવ મસ્તાની, પદ્માવતી અને રામલીલા ફિલ્મ કરી છે તે સંજય લીલા ભણસાલીએ લવ એન્ડ વૉરમાં પહેલા રણવીરને જ લેવાનો વિચાર કર્યો હતો, પરંતુ એક્ટરથી કોઈક વાતે નારાજ ભણસાલીએ રણબીર કપૂર અને વિકી કૌશલને લઈ આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી. રણબીર પાસે આદિત્ય ધારની ધુરંધર બાદ ફરહાન અખ્તરની ડોન-3 છે.

બન્ને કપલ જાણે એક જ ટ્રેક પર હોય તેમ લાગી રહ્યું છે. સાઉથની ફિલ્મો બન્ને જણે છોડી છે આથી અહીંના નિર્માતા-નિર્દેશક તેમને લેવાનું પસંદ ન કરે તેમ બની શકે. આ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સર્વાઈવ નથી થઈ શકાતું. સતત ફિલ્મો અને થિયેટરોમાં દેખાવું પડે નહીં તો લાખોનું ફેનફોલોઈંગ પણ ગાયબ થતા વાર નથી લાગતી. આ સાથે બન્ને સારા સ્ટાર છે અને સારી ફિલ્મો મેળવી શકે તેમ છે ત્યારે બન્નેએ ફિલ્મો સાઈન કરતા પહેલા જ બધા પાસા ચેક કરી નિર્ણયો લેવા જોઈએ, તેમ ઈન્ડસ્ટ્રી એક્પર્ટ કહે છે.

આપણ વાંચો:  ઓહો! આ મલાઈકા છે? ટ્રેડિશનલ લૂકમાં અભિનેત્રીનો વીડિયો થયો વાયરલ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button