માત્ર ચંકી પાડે જ નહીં, આ બોલીવૂડ સ્ટાર્સ સાથે પણ છે અહાન પાંડેના પરિવારનું ક્લોઝ કનેક્શન

મુંબઈ: મોહિત સૂરીની ફિલ્મ ‘સૈયારા’થી બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર બંને સ્ટાર અહાન પાંડે અને અનીત પડ્ડા રાતોરાત સ્ટાર બની ગયા છે. આ ફિલ્મની સફળતાએ તેને બંનેને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. બંને ડેબ્યૂ કલાકારની કમેસ્ટ્રીથી ચાહકોના દિલમાં ઉતરી ગયા છે. જ્યાર બંને નવા બોલીવૂડ સ્ટારની વાત કરવામાં આવે તો, સ્ટાર અનીત પડ્ડા કોઈ પણ ફિલ્મી બ્રેગ્રાઉન્ડના પરિવારમાંથી આવતાથી તમને ફિલ્મ કરિયરની સફર સૈયારાથી જ થઈ હતી. બીજી બાજુ અહાન મુંબઈમાં એવા પરિવારમાં ઉછર્યો છે, જે બોલીવૂડના સ્ટાર્સ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. અહાનના પિતા, ચિક્કી પાંડે, એક ઉદ્યોગપતિ છે, જેમના બોલીવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે નજીકના મિત્રો છે.
ચિક્કી પાંડે કોણ છે?
ચિક્કી પાંડે, જેનું પૂરું નામ અલોક પાંડે છે, એક જાણીતા સર્જન શરદ પાંડેના પુત્ર અને અભિનેતા ચકી પાંડેના ભાઈ છે. 1966માં મુંબઈમાં જન્મેલા ચિક્કીએ ઉદ્યોગપતિ તરીકે પોતાની ઓળખ બનાવી, જ્યારે તેમના ભાઈ ચંકી 80 અને 90ના દાયકામાં બોલીવૂડના સ્ટાર રહ્યા હતા. ચિક્કી સ્ટીલ કન્ઝ્યુમર્સ કાઉન્સિલના સભ્ય રહ્યા છે, જે સ્ટીલ મંત્રાલય હેઠળનું એક મહત્વનું જૂથ છે. તેઓ ટેલિફોન એડવાઇઝરી કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે અક્ષરા ફાઉન્ડેશન ઑફ આર્ટ્સ એન્ડ લર્નિંગની સ્થાપના કરી, જે ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: અહાન પાંડેઃ પહેલી ફિલ્મથી નેશનલ ક્રશ બનેલો હીરો લાંબી રેસનો ઘોડો સાબિત થશે કે નહીં?
બોલીવૂડ સાથે ગાઢ સંબંધ
ચિક્કી પાંડેના બોલીવૂડ સાથે ગાઢ સંબંધો છે. તેઓ અભિનેતા-નિર્માતા સોહૈલ ખાનના નજીકના મિત્ર છે અને સલમાન ખાનના પરિવાર સાથે પણ ગાઢ જોડાણ ધરાવે છે. ચિક્કીની પુત્રી અલાન્નાની પ્રી-વેડિંગ ઉજવણી સોહૈલના મુંબઈના ઘરે થઈ હતી. ચિક્કીની પત્ની ડીએન પાંડે, જે મોડેલમાંથી લાઇફસ્ટાઇલ કોચ બની, તેમના ક્લાયન્ટ્સમાં સલમાન ખાન, પ્રીતિ ઝિન્ટા, લારા દત્તા અને બિપાશા બાસુ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. સલમાને ડીએનના પુસ્તકો અને વ્યવસાયોને વારંવાર પ્રમોટ કર્યા છે.

ચિક્કી પાંડે શાહરૂખ ખાનના પણ નજીકના મિત્ર છે, બંને શાહરૂખની ફિલ્મ કરીયરની પહેલાથી મિત્રતાના સંબંધથી જોડાયેલા છે. 1994માં જ્યારે શાહરૂખની એક પત્રકારને ધમકી આપવાના આરોપમાં ધરપકડ થઈ, ત્યારે ચિક્કી અને અભિનેતા નાના પટેકરે તેને જામીન પર છોડાવ્યા હતા. ચિક્કીનો પુત્ર અહાન પણ શાહરૂખના પુત્ર આર્યન ખાનનો સારો મિત્ર છે. આ ઉપરાંત, 2008માં સલમાન અને શાહરૂખ વચ્ચે થયેલા ઝઘડાને ઉકેલવામાં ચિક્કીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 2013માં રાજકારણી બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં ચિક્કીએ બંનેને એકબીજાની બાજુમાં બેસાડીને વાતચીત કરાવી અને તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
આ પણ વાંચો: અનીત પડ્ડાથી કમ નથી અહાનની ગર્લફ્રેન્ડઃ ઈમોશનલ પોસ્ટ થઈ વાયરલ
બોલીવૂડના મોટા સ્ટાર્સ સાથે ગાઢ સંબંધો હોવા છતાં, ચિક્કી પાંડે હંમેશાં લો પ્રોફાઇલ જીવન જીવવું પસંદ કરે છે. તેમની સોશિયલ મીડિયા હાજરી ન બરાબર છે, અને તેઓ મીડિયાની ચકાચોંદ દુનિયાથી દુર રહેવાનું પસંદ કરે છે. તેમનો પરિવાર બોલીવૂડના ચમકતા વિશ્વમાં રહે છે, પરંતુ ચિક્કીએ પોતાની ઓળખ એક સફળ ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર તરીકે જાળવી રાખી છે.