મનોરંજન

…તો થોડા દિવસો સુધી બૉલીવૂડ રહેશે ‘બંધ’, જાણો શું છે કારણ?

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને ગુજરાતનું જામનગર શહેર ‘ટોક ઑફ ધ કન્ટ્રી’ બન્યું છે. ત્રણ માર્ચ સુધી અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની ચાલશે. અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની અને લગ્ન માટે દેશ અને વિદેશની અનેક મોટી હસ્તીઓ અને સેલેબ્રિટીઝ જામનગર પહોંચી ગયા છે.

આ મોટી હસ્તીઓનું જામનગર એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. અનંત-રાધિકાના લગ્નને લઈને આખા બૉલીવૂડને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી આખું બૉલીવૂડ જામનગર આવ્યું હોવાથી થોડા દિવસો માટે દરેક ફિલ્મોનું શૂટિંગ બંધ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે.

અનંત-રાધિકાના લગ્ન માટે બૉલીવૂડના ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન, પુત્ર આર્યન અને અબરામ ખાન સાથે 29 ફેબ્રુઆરીએ જામનગર પહોંચ્યો હતો. આ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પત્ની કિયારા અડવાણી અને મમ્મી પપ્પા સાથે જામનગર પહોંચ્યો હતો. આ બૉલીવૂડ કપલ તેમની શૂટિંગમાંથી રજા લઈને લગ્નમાં આવ્યા હોવાની ચર્ચા છે.

એક અહેવાલ મુજબ અક્ષય કુમાર તેની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશનને મૂકીને અનંત-રાધિકાના પ્રસંગમાં સામેલ થયો છે. બૉલીવૂડ સેલેબ્રિટીઝ અનંત-રાધિકાના લગ્ન પ્રસંગ માટે જામનગર પર આવ્યા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં અક્ષયે તેના ખિલાડી અંદાજમાં એરપોર્ટ પર એન્ટ્રી લીધી હતી અને પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button