મનોરંજનસ્પોર્ટસ

અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ અને અનુષ્કા શર્માએ ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’ને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા…

બીજી નવેમ્બરનો દિવસ ક્રિકેટ વર્લ્ડ અને એમાં પણ ખાસ કરીને ભારતીય મહિલા ક્રિકેટની દુનિયામાં તો સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. ડીવાય પાટીલ સ્ટેટિડયમમાં રમાયેલી આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રોફી જિતીને ટીમ ઈન્ડિયાની મર્દાનીઓએ સાબિત કરી આપ્યું છે કે તેઓ કોઈથી જરાય ઓછી નથી ઉતરતી.

આખો દેશ ટીમ ઈન્ડિયાની જિતને સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ ટીમ ઈન્ડિયાને પોંખવામાં પાછળ વળીને નથી જોયું. ખોબલો ખોબલે ખેલાડીઓ પર શુભેચ્છા અને અભિનંદનનો વરસાદ કર્યો છે. આવો જોઈએ કોણે શું કહ્યું…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતના સાક્ષી બનવા અનેક દિગ્ગજ ખેલાડીઓ, સેલિબ્રિટીઝ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા તો વળી કેટલાક સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખેલાડીઓને શુભેચ્છા આપી હતી. અમિતાભ બચ્ચનથી લઈને અનુષ્કા શર્મા, સની દેઓલ, સુનિલ શેટ્ટી સહિતના અનેક સેલેબ્સે ઈન્ડિયન વિમેન્સ ટીમને શુભેચ્છા પાઠવી હતી.

જિત ગયે, તમે બધાએ અમને…: અમિતાભ બચ્ચન
બોલીવૂડના મહાનાયક અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેમણે પણ ગઈકાલે ટીમ ઈન્ડિયાની જિત પર બિગ બીએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે જિત ગયે… ઈન્ડિયા વુમન ક્રિકેટ… વર્લ્ડ ચેમ્પિયન… તમે અમને ગર્વ કરવાનો મોકો આપ્યો છે, ખુબ ખુબ શુભેચ્છા…

https://twitter.com/SrBachchan/status/1985167229109821607

દ્રઢ નિશ્ચય અને ટીમ સ્પિરીટઃ કંગના રનૌત
બોલીવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતે પણ વુમન્સ વર્લ્ડકપ-2025માં ટીમ ઈન્ડિયાની જિત પર ખુશી વ્યક્ત કરી હતી. કંગનાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આપણે છીએ વર્લ્ડ ચેમ્પિયન. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામે વનડે વિશ્વ કપ 2025માં જિત હાંસિલ કરવા માટે શુભેચ્છા. દ્રઢ નિશ્ચય અને ટીમ સ્પિરીટથી કોઈ પણ મુકામ હાંસિલ કરી શકાય છે. જય હિંદ.

આ એક ઈમોશનલ પળઃ સુનિલ શેટ્ટી
બોલીવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહેનત અને જિતને સલામ કરીને આ પળને ખૂબ જ ખાસ ગણાવી હતી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે પરસેવો, હૌસલા, હિંમત, નિશ્ચલ દિલ અને આ રીતે ચમકી ઉઠ્યો ઈતિહાસ. અમારી બ્લુ જર્સીવાળીએ મહિલાઓએ શોહરતનો પીછો કરીને તેને અપનાવી…. દરેક નાની બાળકીઓ કે જેમની પાસે સપના છે, દરેક ભારતીય જોરથી કહી રહ્યો છે કે આપણે વિશ્વવિજેતા છીએ…

મારી બહેનોએ ઈતિહાસ રચ્યોઃ સની દેઓલ
સની દેઓલે પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ જિતથી ફૂલ્યા નથી સમાઈ રહ્યા. તેણે ટીમ ઈન્ડિયાનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે હિંદુસ્તાન જિંદાબાદ. આજે મારી બહેનોએ ઈતિહાસ રચી દીધો. ભારત માટે મહિલા ક્રિકેટમાં પહેલો વર્લ્ડ કપ, કમાલ કરી દીધો. આ અજેય નારી શક્તિ પર ગર્વ છે. તમે તિરંગાને ઊંચો કર્યો છે. આ જિત દરેક ભારતીય નાગરિકની જિત છે.

ઈમોશનલ થઈ અનુષ્કા શર્મા
બોલીવૂડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયાના કિંગ કોહલી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ ખુશી વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે. અનુષ્કાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તમે બધા ચેમ્પિયન્સ છો. ખૂબ જ મહત્વની ઉપલબ્ધિ.

કરિના કપૂર, વિક્કી કૌશલે પણ શેર કરી પોસ્ટ
બોલીવૂડ સેલિબ્રિટી કરિના કપૂર, વિક્કી કૌશલે પણ ટીમ ઈન્ડિયાની જિત પર પોસ્ટ શેર કરીને શુભેચ્છા હતી. કરિના કપૂરે જણાવ્યું હતું કે હું અત્યારે રડી રહી છું, આ ખુશીના આંસુ છે. જ્યારે વિક્કી કૌશલે પણ ખુશી વ્યક્ત કરતાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયન્સ… આપણી બ્લ્યુ જર્સીવાળી મહિલાઓએ શાનદાર પ્રદર્શન કર્યું.

આ પણ વાંચો…ODI વર્લ્ડ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમને કોહલી-સચિને પાઠવ્યા અભિનંદન! જાણો શું કહ્યું…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button