મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ભાઈની બહેની લાડકીઃ કયા કલાકારોને ભાઈ-બહેન સાથે છે મજબૂત સંબંધો, જાણો!

આજે દેશભરમાં ભાઈ બીજનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો ત્યારે બોલીવુડના એવા પણ કેટલાય કલાકારો છે જેમના ભાઈ-બહેનની સાથે મજબૂત સંબંધો ધરાવે છે. આ ભાઈ બહેનની જોડીને લઈને પણ લાઈમલાઈટમાં રહે છે.

આ પણ વાંચો : Shahrukh Khanના Birthday Partyના ફોટો થયા વાઈરલ, ના જોયા હોય તો જોઈ લેજો…

બોલીવુડના બિગ બી પરિવારથી લઈને કિંગ ખાનની લાડલી સુહાના ખાન જ કેમ ન હોય. મોટા ભાગના ફિલ્મી કલાકારોનો પરિવાર પણ ભાઈબહેનના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. જાણીએ કયા કલાકારોનું ભાઈ-બહેન છે જોરદાર બોન્ડિંગ.

અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન – અભિનેતા અભિષેક બચ્ચન તેની મોટી બહેન શ્વેતા નંદા સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે, જ્યારે ભાઈના ઘર માટે શ્વેતા પણ મુશ્કેલીનું કારણ જાણવા મળે છે.

રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂરઃ આ લિસ્ટમાં બોલીવુડના ચોકલેટી બોય રણબીર કપૂરનું નામ પણ સામેલ છે. જે પોતાની મોટી બહેન રિદ્ધિમા કપૂર માટે પોતાનો જીવ આપી દે છે. બંનેની આ તસવીર તેનો પુરાવો છે.

અર્જુન કપૂર અને જાહન્વી કપૂરઃ સ્વર્ગસ્થ શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહન્વી કપૂરનું પણ તેના સાવકા ભાઈ અર્જુન કપૂર સાથે ખૂબ જ સારું બોન્ડિંગ ધરાવે છે. બંને અમુક ઈવેન્ટ કે કોઈ કાર્યક્રમમાં પણ સાથે અચૂક જોવા મળે છે, જ્યારે બંનેની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાનઃ સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન માત્ર ભાઈ અને બહેન જ નથી, પરંતુ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ પણ છે. બંને વચ્ચેની પ્રેમ ભરેલી વાતચીત અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

આર્યન ખાન અને સુહાના ખાનઃ શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન તેના ભાઈઓ આર્યન ખાન અને અબરામ ખાનને ખૂબ પ્રેમ કરે છે. ત્રણેય વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે.

આ પણ વાંચો : દીકરી સાથે પૂજન કરીને ‘Ranbir-Alia’એ મનાવી પરંપરાગત દિવાળી

કાર્તિક આર્યન અને કૃતિકાઃ આ યાદીમાં પહેલું નામ ‘ભૂલ ભુલૈયા ૩’ ફેમ કાર્તિક આર્યનનું છે, જે તેની નાની બહેન કૃતિકાને અપાર પ્રેમ કરે છે. જેની એક ઝલક સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળે છે.

કિયારા અડવાણી અને મિશેલઃ મિસિસ સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાણીતી અભિનેત્રી કિયારા અડવાણીનું તેના ભાઈ સાથે જોરદાર બોન્ડિંગ ધરાવે છે, કિ્યારાના નાના ભાઈ મિશેલને અભિનેત્રી ક્યારેક સાથે પણ જોવા મળે છે, જેને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button