Bollywood Breaking: Ranbir Kapoorની રામાયણમાં સીતા બનશે આ હીરોઈન

પ્રભાસની રામાયણ પરની ફિલ્મ આદિપુરુષ ફ્લોપ ગઈ હોવા છતા નિર્દેશક નિતેશ તિવારી રામાયણ (Ramayan) બનાવવા માગે છે અને તેના કાસ્ટિંગ વિશે રોજ નવા નવા સમાચાર આવ્યા કરે છે.
આ ફિલ્મમાં રામની ભૂમિકામાં Animal star રણબીર કપૂર (Ranbir Kapoor) હોવાનું લગભગ નક્કી છે. ત્યારે સીતાજીની ભૂમિકામાં કોણ હશે તે માટે ઘણી અટકળો લગાડવામાં આવતી હતી. જોકે અગાઉ સાંઈ પલ્લવીનું નામ ગાજતું હતું. સાઉથની અભિનેત્રી રણબીરની સીતા બનશે તેવા અહેવાલો ઘણા ચગ્યા હતા. તેના પહેલા રણબીરના રિયલ લાઈફની સીતા એટલે કે તેની પત્ની આલિયા ભટ્ટનું નામ પણ લેવાતું હતું, પરંતુ હવે આ યાદીમાં એક નામ ઉંમેરાયું છે અને તે ફાઈનલ હોવાનું પણ કહેવાય છે.

આ નામ છે શ્રીદેવી (Shridevi)ની પુત્રી જ્હાનવી કપૂરનું. Jhanvi Kapoor રણબીરની સીતા બનશે તેવી ખબર ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ રહી છે. જ્હાનવી સુંદર છે અને અભિનયક્ષેત્રે પણ પ્રતીભા પુરવાર કરી રહી છે.
રણબીર હાલમાં તેને મળેલા ફિલ્મફેર (Filmfare) એવોર્ડની ઉજવણી કરી રહ્યો છે. કપૂર ખાનદાનમાં બે બ્લેક લેડી આવી છે. રણબીરને એનિમલ અને આલિયાને રોકી ઔર રાની કી પ્રેમકહાની માટે એવોર્ડ મળ્યો છે.
બીજી બાજુ દીપ્તી નામની એક યુટ્યૂબરે ફરી અભિનેત્રી અને જ્હાનવીની માતા શ્રીદેવીના મૃત્યના વિવાદને ઊભો કર્યો છે. તેણે મૃત્યુ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે અને જ્હાનવીના પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર (Boney Kapoor) પર પણ ગંભીર આરોપો કર્યા છે. આ મામલે ફરી તપાસ થઈ રહી છે.