Bollywood: વોટિંગ બાદ જોવા મળ્યો બેડમેનનો ધાસ્સુ સ્વેગ…

સોમવારે મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં પાંચમા તબક્કાનું મતદાન સંપન્ન થયું હતું. નાગરિકોએ લોકશાહીના આ પર્વમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સે પોતાના આખા પરિવાર સાથે મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી.
શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન, કરિના કપૂર, દીપિતા પદૂકોણ, રેખા સહિતના સ્ટાર્સ વોટિંગ બૂથ પર સ્પોટ થયા હતા. આ બધા વચ્ચે બોલીવૂડના બેડમેન તરીકે ઓળખાતા ગુલશન ગ્રોવર પણ વોટિંગ બૂથ પર સ્પોટ થયા હતા. ગુલશન ગ્રોવરનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમનો એક અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે.
ગુલશન ગ્રોવરે પોતાના કેરેક્ટરથી દર્શકો પર એક અલગ છાપ છોડી છે. ફિલ્મોમાં નિભાવેલા વિલનના રોલને કારણે ઈન્ડસ્ટ્રીમાં બેડમેનના હુલામણા નામે પ્રખ્યાત છે. ગુલશન ગ્રોવરને વોટ આપવા પહોંચેલા જોઈને ફેન્સની ખુશીનો પાર નહોતો રહ્યો. ફિલ્મોમાં ખૂંખાર વિલનનો રોલ નિભાવનાર અભિનેતા મતદાન બાદ પણ એક અલગ જ સ્વેગમાં જોવા મળ્યા હતા. કેમેરાની સામે મૂંછોને વળ આપતા આપતાં પોતાનું ટશન દેખાડ્યું હતું.
ગુલશન ગ્રોવરનો આ વીડિયો જોઈને એવું કહેવું જરા પણ ખોટું નહીં ગણાય કે આટલા વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યા બાદ પણ ગુલશન ગ્રોવરનો અંદાજ આજે પણ એવોને એવો જ છે. ગુલશન ગ્રોવરનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એને પસંદ પણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુલશન ગ્રોવરને આજે પણ લોકો એક ખૂંખાર વિલનના રૂપમાં યાદ કરે છે. 90ના દાયકાના ફેમસ વિલન ગુલશન ગ્રોવરે એક્ટિંગમાં મોટા મોટા અભિનેતાઓને પાછળ છોડી દીધા હતા. લોકો તેમને વિલનના રોલમાં ખૂબ જ પસંદ કરતાં હતા.