બૉલીવૂડની આ અભિનેત્રીઓ બની ચૂકી છે ‘ઉપ્સ’ મોમેન્ટનો શિકાર
મુંબઈ: બૉલીવૂડના એવોર્ડ શોમાં અભિનેત્રીઓ તેમના બોલ્ડ અને હૉટ ડ્રેસ પહેરીને આવે છે. બૉલીવૂડની અભિનેત્રીઓની હૉટનેસ દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જોકે અનેક વખત વિચિત્ર ડ્રેસ કે આઉટફિટ પહેરવાને કારણે અનેક વખત તે લોકો અભિનેત્રીઓને શરમમાં મૂકાવવાની નોબત આવી હતી.
પોતાની હૉટનેસ અને એક્ટિંગથી ઓળખાતી અભિનેત્રી ક્રિતી સેનન તેની ફિલ્મ ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા જીઆ’ના ટ્રેલર લોન્ચના ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તે કારમાંથી ઉતારવા જતાં તેઓ પગ લપસતા તે પડતાં-પડતાં બચી ગઈ હતી. ક્રિતી સેનનની આ ઉપ્સ મોમેન્ટ કૅમેરામાં કેદ થઈ હતી.
અભિનેત્રી કિયારા અડવાણી સાથે પણ આવી અનેક ઉપ્સ મોમેન્ટનો ભોગ બની હતી. એક અહેવાલ મુજબ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેની ડ્રેસ તેના પગમાં ફસાઈ ગઈ જતાં તેનું બેલેન્સ જતાં તે પાડવાની હતી તે દરમિયાન તેના બોડીગાર્ડે તેને પકડી લીધી હતી.
‘પુષ્પા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રશ્મિકા મંદના સાથે એરપોર્ટ પર વોર્ડરોબ માલફંક્શનને કારણે એમ્બેરેસ થવું પડ્યું હતું. એરપોર્ટ પર રશ્મિકાનો ડ્રેસ ફાટી ગયો હતો પણ રશ્મિકાએ તરત જ તેને સાંભળી લેતા પબ્લિકમાં તે એમ્બેરેસ થવાથી બચી ગઈ હતી. તેમ જ બૉલીવૂડની ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ અને કરીના કપૂર પણ વોર્ડરોબ માલફંક્શન અને ઉપ્સ મોમેન્ટના શિકાર થયા હતા.