Aishwarya Rai-Bachchan અને Sushmita Senને બ્યુટીમાં ટક્કર આપનારી એક્ટ્રેસ હાલ જીવી રહી છે આવું જીવન…
બોલીવૂડની અનેક હસીનાઓ ગ્લેમર લાઈફ જીવે છે અને પછી અચાનક જ અધ્યાત્મના રસ્તે ચાલી નીકળે છે. આજે અમે અહીં તમને આવી જ એક એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાની મરજીથી ગ્લેમરસ લાઈફ છોડી દીધી અને અધ્યાત્મના રસ્તે ચાલી નીકળી છે.
આ એક્ટ્રેસ શો-બિઝની દુનિયા છોડી સંન્યાસી બનીને પહાડોમાં વસી ગઈ. હવે તમને પણ એ સવાલ સતાવી રહ્યો હશે કે આખરે કોણ છે આ અભિનેત્રી તો આ રહ્યો તમારા સવાલનો જવાબ.
અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ એ છે બરખા મદાન. બરખા મદાન એક ભૂતપૂર્વ મોડેલ, બ્યુટી ક્વીન અને એક્ટ્રેસ તરીકે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી, પણ બૌદ્ધ ભિક્ષુ બનવા માટે માટે પોતાનું કરિયર છોડી દીધું હતું. હવે તે બરખા મદાન નહીં પણ ગ્યાલટેન સમતેનના નામે ઓળખાય છે.
મોડેલિંગ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો રહી ચૂકેલી બરખા મદાન 1994માં મિસ ઈન્ડિયા પેજન્ટમાં ભાગ લીધો હતો જ્યાં તેણે આજની બોલીવૂડની ટોપની એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે ભાગ લીધો હતો.
આપણ વાંચો: Aishwarya અને Sushmitaને પાછળ મૂકી દેનારી એક્ટ્રેસ અત્યારે જીવી રહી છે આવું જીવન…
મજાની વાત તો એ હતી બંને એક્ટ્રેસ વિનર અને રનરઅપ રહી હતી, જ્યારે બરખાને મિસ ટુરિઝમ ઈન્ડિયાનો ખિતાબ આપવામાં આવ્યો હતો. મલેશિયામાં મિસ ટુરિઝમ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં તે થર્ડ રનર અપ રહી હતી.
1996માં ખિલાડિયોં કા ખિલાડીથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ડેબ્યુ બાદ બરખાને બીજો ઈમ્પોર્ટન્ટ રોલ મેળવવામાં સાત વર્ષનો સમય લાગી ગયો. 2003માં તેને રામ ગોપાલ વર્માની ફિલ્મ ભૂતમાં રોલ મળ્યો. આ ફિલ્મમાં મંજિલ ખોસલાના પોતાના ડરામણા કેરેક્ટરથી દર્શકો અને ક્રિટીક્સ પર એક આગવી છાપ છોડી હતી.
ફિલ્મો બાદ ટીવી સિરીયલટમાં પણ બરખાએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આખરે બરખાએ 2012માં બૌદ્ધ ધર્મ અપનાવવાનું અને દલાઈ લામાની આજીવન અનુયાયી બનવાનું નક્કી કર્યું. 13 વર્ષથી બરખા ગ્લેમરની દુનિયાથી દૂર સંન્યાસી જેવું જીવન જીવી રહી છે અને તેનો મોટાભાગનો સમય હિમાચલ અને લદાખમાં પસાર કરે છે.