આ 37 વર્ષની અભિનેત્રીની સામે હીરો પણ પાણી ભરે છે, જાણો કોણ છે?
મુંબઈ: આમ તો બોલીવુડની મોટાભાગની ફિલ્મો હીરો સેન્ટ્રીક હોય છે એટલે કે પુરુષ અભિનેતા મુખ્ય ભૂમિકામાં હોય અને તેની આજુબાજુ ફિલ્મની વાર્તા રમતી હોય અને અનેક ફિલ્મોમાં તો અભિનેત્રીઓને ફક્ત શોભાના ગાંઠીયાની જેમ લેવામાં આવે છે. તેમાં તેમનું કામ ફક્ત મુખ્ય પાત્ર ભજવતા અભિનેતાની પત્ની કે પ્રેમિકા બનીને રહેવાનું અને એકાદ ગીત પર પોતાના ડાન્સ સ્ટેપ્સ બતાવવાના.
આ પણ વાંચો: Hema Commission Reportને ટાંકીને બંગાળી એક્ટ્રેસે કર્યો સ્ફોટક ખુલાસો…
જોકે, છેલ્લાં અમુક વર્ષોમાં આ ટ્રેન્ડ બદલાયો છે અને સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને મજબૂત મહિલા પાત્રો ધરાવતી ફિલ્મો બનાવવામાં આવી છે. તેમાં જો એક ફિલ્મની વાત કરીએ જેની સિક્વલ હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે તો તે છે ‘સ્ત્રી’. નામમાં જ સ્ત્રી છે તો સ્ત્રીની ભૂમિકા તો દમદાર હશે.
હમણાં થિયેટરોમાં ‘સ્ત્રી-2’ ધમાલ રોકડી કરી રહી છે અને ફિલ્મ થિયેટરોમાં આવ્યાને બે અઠવાડિયા થઇ ગયા હોવા છતાં તેની ટિકિટના ભાવ નીચે નથી ઉતરી રહ્યા. આ ફિલ્મમાં બધાનું ધ્યાન જેટલું મુખ્ય અભિનેતા રાજ કુમાર રાવ પર છે તેનાં કરતાં વધુ આકર્ષણ શ્રદ્ધા કપૂરના પાત્ર પર છે.
આ પણ વાંચો: આ એક્ટ્રેસે ઈટલીમાં લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ સાથે ઈટલીમાં કરી લીધા ગૂપચૂપ લગ્ન અને…
‘સ્ત્રી’ના પહેલા ભાગમાં જ પોતાના રહસ્યમયી પાત્રથી લોકોમાં ઉત્કંઠા જગાવનારી શ્રદ્ધા કપૂર ખરેખર છે કોણ તે જાણવાની તાલાવેલી બધાને જ છે. ગજબની વાત તો એ છે કે હજી સુધી ફિલ્મમાં શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ શું છે તેના પરથી પણ પડદો પાડવામાં આવ્યો નહોતો. ખાસ કરીને તો શ્રદ્ધા કપૂરની ભૂમિકા શું છે અને તે ખરેખર કોણ છે તે જાણવા માટે લોકો ‘સ્ત્રી-2’ જોવા થિયેટરોમાં લાઇન લગાવીને ટિકિટો લેવા પડાપડી કરી રહ્યા છે.
37 વર્ષની શ્રદ્ધાએ અનેક દમદાર ભૂમિકા ભજવી છે અને તેમાં સ્ત્રીમાં તેણે ભજવેલું પાત્ર ખૂબ જ વખણાયું હતું. જોકે, અમિતાભ બચ્ચનની ‘તીન પત્તી’ ફિલ્મથી ડેબ્યુ કરનારી શ્રદ્ધાની હજી અનેક ફિલ્મો લાઇનમાં છે અને સ્ત્રી અને સ્ત્રી-2ની સફળતા બાદ આ ફિલ્મો પણ સારું પ્રદર્શન કરશે તેવી આશા છે.
સ્ત્રી-2 જોનારા તો અત્યારથી જ સ્ત્રી-3નો ઇંતેજાર કરવા લાગ્યા છે. ફિલ્મમાં જનાનું પાત્ર ભજવનારા અભિષેક બેનર્જીએ જણાવ્યા અનુસાર સ્ત્રી-3ની થોડી સ્ક્રિપ્ટ તૈયાર છે. જોકે, તેનું શૂટીંગ ક્યારે શરૂ થશે એ હજી નક્કી નથી.
આ પણ વાંચો: શ્રદ્ધાની સ્ત્રી-ટુએ બીજા અઠવાડિયે કેટલો કર્યો બિઝનેસ, જાણો અપડેટ
શ્રદ્ધા કપૂરની બીજી પાંચ ફિલ્મો લાઇનમાં છે જેની રાહ તેના ચાહકો જોઇ રહ્યા છે. કેટીના, ચાલબાઝ ઇન લંડન, નાગિન, નો એન્ટ્રી-સિક્વલ આ ફિલ્મો પણ થિયેટરોમાં રિલીઝ થશે. આમાંની અમુક ફિલ્મોનું શૂટીંગ શરૂ થઇ ગયું છે અને અમુકનું બાકી છે. જોકે આ બધી જ ફિલ્મોમાં તે દમદાર પાત્રોમાં જોવા મળશે.