‘બર્થ-ડે’ના દિવસે રાની મુખરજીની એવી અજાણી વાત, જે ક્યારેય તમને ખબર નહીં હોય, જાણો!

મુંબઈઃ આજે 21 માર્ચે રાની મુખર્જીનો 47મો જન્મદિવસ છે. અભિનેત્રીના અંગત જીવન અને કારકિર્દી વિશે ચાહકો ઘણી બધી વાતો જાણતા હશે, પરંતુ હજુ પણ ઘણી એવી હકીકતો છે જે બહુ ઓછા લોકો જાણે છે.
જેમ કે તેની માતા ગાયિકા હતી. તેણીનો ‘ખાકી: ધ બંગાળ ચેપ્ટર’ના અભિનેતા પ્રસૂનજીત ચેટરજી સાથે સંબંધ છે. રાની મુખરજી પણ ઘણા વિવાદોમાં ફસાયેલી રહી છે. અભિનેત્રીના 47મા જન્મદિવસ પર અમે તમને તેના રાની મુખરજી વિશે કેટલીક અજાણી અને રસપ્રદ વાતો જણાવીએ…
રાની મુખરજીનો પ્રોસેનજીત ચેટર્જી સાથેનો સંબંધ

મીડિયા રિપોર્ટ પ્રમાણે રાની મુખરજીના અભિનેતા પ્રસૂનજીત ચેટરજી સાથે પણ સંબંધ હતો. ખરેખર, રાની મુખરજીની માતા કૃષ્ણાની બહેન દેબોશ્રી રોય પણ એક અભિનેત્રી છે. તે સંબંધમાં રાનીની કાકી છે અને દેવોશ્રીના લગ્ન એક સમયે પ્રોસેનજીત ચેટરજી સાથે થયા હતા.
આપણ વાંચો: Aishwarya Rai-Bachchan અને રાની મુખર્જીની મિત્રતા કોને કારણે તૂટી? વર્ષો બાદ થયો ખુલાસો…
પરંતુ ૧૯૯૫માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ સંબંધમાં, પ્રોસેનજીતને એક સમયે રાની મુખર્જીના માસા લગાતાં હતા. જ્યારે, રાનીના પિતા રામ મુખરજી એક જાણીતા દિગ્દર્શક હતા.
રાની મુખર્જીનું સાચું નામ, આ છે જોડણી બદલવાની વાત
રાની મુખરજીના નામની જોડણી Rani Mukherjee છે, પણ હવે તે Rani Mukerji લખે છે. ઘણા લોકો માને છે કે રાણીએ અંકશાસ્ત્રના કારણે આવું કર્યું હતું, પરંતુ એવું નથી. નામ બદલવા પાછળ એક રસપ્રદ સ્ટોરી છે.
રાનીએ આ રેકોર્ડ 2005માં બનાવ્યો હતો

તમને જાણીને નવાઈ લાગશે કે રાની મુખર્જી પહેલી અભિનેત્રી છે જેમણે એક જ વર્ષે એટલે કે 2005માં ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો હતો. તે વર્ષે રાનીને ‘હમ તુમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અને ‘વીર-ઝારા’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
આપણ વાંચો: હવે ગોવિંદાએ કરી નવી વાત, મારી કુંડળીમાં બે લગ્નના યોગ…
વર્ષમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે બે ફિલ્મફેર એવોર્ડ જીત્યા
રાની મુખર્જી એકમાત્ર એવી અભિનેત્રી છે જેમણે એક જ ફિલ્મ ‘બ્લેક’ માટે ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ) બંને એવોર્ડ જીત્યા હતા.
રાની મુખરજીનો પહેલો હીરો ગાયબ થયો, લેખક બન્યો
રાની મુખર્જીએ 1996માં ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આમાં તેનો હીરો અભિનેતા અમજદ ખાનનો પુત્ર શાદાબ ખાન હતો. આ શાદાબની પણ પહેલી ફિલ્મ હતી. તેણીના ડેબ્યૂ પછી, જ્યારે રાની મુખરજીની કારકિર્દી ઝડપથી આગળ વધી અને તેણીએ ઘણી હિટ ફિલ્મો આપી હતી.
જો કે, ત્યારબાદ શાદાબ ખાન ગાયબ થઈ ગયો. તે ફિલ્મોમાં ખરાબ રીતે ફ્લોપ ગયો હતો અત્યારે તેણે લેખનમાં કારકિર્દી બનાવી અને આજે તે એક લેખક છે.
રાની મુખરજીએ માત્ર બોલીવુડમાં જ નહીં, પરંતુ હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. એટલા માટે રાનીને 2006 માં હોલીવુડ ફિલ્મ ‘ધ નેમસેક’ માટે ઓફર મળી. પરંતુ ‘કભી અલવિદા ના કહેના’ ને કારણે તે તે ફિલ્મ કરી શકી નહીં. બંને ફિલ્મો વર્ષ 2006 માં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મો માટે પહેલી પસંદ હતી રાની મુખરજી

તમને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે, ‘દિલ સે’, ‘લગાન’, ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘સલામ નમસ્તે’, ‘ભૂલ ભુલૈયા’, ‘ધ નેમસેક’, ‘હેય બેબી’, ‘બિલ્લુ’ અને ‘ગુલાબ ગેંગ’ જેવી ફિલ્મો માટે રાની મુખરજી પહેલી પસંદ હતી. પરંતુ તારીખોના ક્લેશને કારણે તે આમાંથી કેટલીક ફિલ્મો કરી શકી નહીં. રાની મુખરજી એ વખતે ખૂબ જ પ્રસિદ્ધ અભિનેત્રી બની ગઈ હતી.
સિમી ગ્રેવાલના શોમાં રાની ભડકી ગઈ હતી
રાની મુખરજી પણ ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ છે. ગોવિંદા સાથેના તેના કથિત અફેરને કારણે તે ચર્ચામાં રહી હતી. એક વખત આદિત્ય ચોપરાને કારણે સિમી ગ્રેવાલ પર તે ભડકી હતી.
‘સ્ટાર્સ અનફોલ્ડ’ અનુસાર, રાનીના આદિત્ય સાથેના પોતાના સંબંધોને સંપૂર્ણપણે ગુપ્ત રાખ્યા હતા. પરંતુ સિમી ગ્રેવાલે તેના શોમાં રાનીને આ વિશે પૂછ્યું હતું. આ સાંભળીને રાની ગુસ્સે થઈ ગઈ, અને સિમીને કહ્યું, ‘હું પણ તારા વિશે ઘણું બધું જાણું છું, જે તું ઈચ્છતી નથી કે હું તને જણાવું.’ આના કારણે રાનીનું ખૂબ અપમાન થયું.
બાદમાં, રાનીએ ઇન્ટરવ્યૂના તે ભાગને કાઢી નાખવાની પણ માંગ કરી હતી. સિમી ગ્રેવાલ રાનીની સાસુ પામેલા ચોપરાની પિતરાઈ બહેન છે. આ સંબંધમાં તેણીને રાણીની માસી સાસુ લાગતી હતી. રાની મુખરજીની બે ફિલ્મ ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. જેમાં 2005 માં રિલીઝ થયેલી એક ‘પહેલી’ અને બીજી જે 2000માં રિલીઝ ‘હે રામ’ હતી.
રાની મુખરજીનો વધુ એક રેકોર્ડ, મુશર્રફ સાથે જોડાણ
રાની મુખર્જી બોલિવુડની એક માત્ર એવી અભિનેત્રી છે જેને 2005માં દિલ્હીની અશોકા હોટેલમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના માનમાં આયોજિત ડિનરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાની મુખરજીનો ગાયક બપ્પી લહેરી સાથે પણ સંબંધ છે. ખરેખર, રાનીની કાકી પૂર્ણિમા રોયના લગ્ન બપ્પી લહેરીના પરિવારમાં થયા છે. પૂર્ણિમા રોયનું નામ હવે પૂર્ણિમા લાહિરી છે.
રાની મુખરજી અને આદિત્ય ચોપરાની કુલ સંપત્તિ
મીડિયા રિપોર્ટ પ્રમાણે રાની મુખરજીની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તેની સંપત્તિ 200 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જ્યારે તેમના પતિ અને યશ રાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરાની કુલ સંપત્તિ લગભગ 7200 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.