રાજસ્થાનમાં આ શહેરના લોકો Amitabh Bachchanને માને છે ભગવાન, કારણ જાણીને તમે પણ…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે અને લોકો તેમની એક ઝલક જોવા માટે આતુર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે રાજસ્થાનના એક શહેરમાં તો લોકો અમિતાભ બચ્ચનને ભગવાન માને છે? નહીં ને? આ પાછળની સ્ટોરી ખૂબ જ ઈન્ટ્રેસ્ટિંગ છે. ચાલો તમને આખો કિસ્સો જણાવીએ-
રાજસ્થાનના જેસલમેરમાં લોકો અમિતાભ બચ્ચને સુપરસ્ટાર નહીં પણ ભગાવ માને છે અને આ વાતનો ખુલાસો ખુદ અપૂર્વ લાખિયાએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે બિગ બીના ત્યાં પહોંચતા જ દુકાળ પૂરો થઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ અમિતાભ બચ્ચનને પગે પડવા માટે રીતસરની લાઈન લગાવી હતી.
મળતી માહિતી મુજબ 2002-03માં જ્યારે અપૂર્વ લાખિયા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે ફિલ્મ મુંબઈ સે આયા મેરા દોસ્તની શૂટિંગ જેસલમેર ખાતે કરી રહ્યા હતા ત્યારે બિગ બી સપરિવાર જેસલમેર સેટ પર પહોંચ્યા હતા. એ સમયે જેસલમેરમાં દુકાળ પડ્યો હતો. બિગ બી નવું વર્ષ સેલિબ્રેટ કરવા ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને અમરસિંહ પણ હતા. અમે લોકો દૂર કોઈ જગ્યા પર શૂટ કરી રહ્યા હતા.
જેવા અમિતાભ બચ્ચનની ફ્લીટ કાર સેટની નજીક પહોંચી એટલે આકાશમાં કાળા વાદળો ગોરંભાયા અને એકદમ ફિલ્મ લગાન જેવા દ્રશ્યો રિયલ લાઈફમાં સર્જાયા. કારમાંથી ઉતરીને બિગ બીએ જેવો અભિષેકને ગળે લગાવ્યો કે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો, એવું અપૂર્વ લાખિયાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા સામે આરોપ; આત્મહત્યા માટે ઉશ્કેરણી બદલ FIR દાખલ
અપૂર્વએ આગળ એવું પણ જણાવ્યું કે બિગ બીના આગમન બાદ એટલો બધો વરસાદ પડ્યો કે અમારો આખો સેટ બરબાદ થઈ ગયો. સ્થાનિકોને જેવી આ વાતની ખબર પડી એટલે અમારી હોટેલની બહાર 50-60 લોકોની લાઈન લાગી અને તેઓ અમિતાભ બચ્ચનના પગે પડવા માંગતા હતા. તેમનું એવું લાગ્યું કે તેઓ ભગવાન છે અને તેમના આવ્યા બાદ જ જેસલમેરનો દુકાળ પૂરો થયો અને નદીઓ છલકાવવા લાગી, આ બધું મેં મારી નજરે જોયું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી છેલ્લાં ફિલ્મ કલ્કી એડી2898માં જોવા મળ્યા હતા અને હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.