જ્યારે બોબી દેઓલની પત્નીએ કરીના કપૂરને મારી દીધી થપ્પડ…..
![When Bobby Deol's wife slapped Kareena Kapoor...](/wp-content/uploads/2024/06/Bobby-Deols-wife-slapped-Kareena.webp)
હાલમાં બોલિવૂડ અભિનેત્રી અને ભાજપની સાંસદ બનેલી કંગના રનૌતનો થપ્પડ કાંડ બહુ ચગેલો છે. ચારે કોર આ ઘટનાની જ ચર્ચા થઇ રહી છે. કંગનાને થપ્પડ પડવાથી બોલિવૂડના અનેક લોકોને ખુશી થઇ છએ તો ઘણાએ આ ઘટના પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. આ થપ્પડકાંડ પર થોડા વર્ષો પહેલા બનેલા થપ્પડકાંડની વાત યાદ આવી ગઇ. તો ચાલો એને તમારી સાથે શેર કરીએ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ વચ્ચે ઝઘડો કોઈ નવી વાત નથી. અવારનવાર અભિનેત્રીઓ વચ્ચે અણબનાવ અને ઝઘડા અને કિટ્ટા બુચ્ચાના અહેવાલો આવતા રહે છે. પરંતુ કેટલીકવાર કિસ્સાઓ હદ કરતાં વધી જાય છે. બોબી દેઓલની પત્ની અને કરીના કપૂર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું… જ્યારે બોબીની પત્નીએ કરીના કપૂરને જોરથી થપ્પડ મારી હતી.
આ ફિલ્મ અજનબીના સમયની ઘટના છે. આ ફિલ્મમાં બોબી દેઓલ ઉપરાંત કરીના કપૂર અને અક્ષય કુમાર પણ હતા. એ સમયે બિપાશા બાસુ બોલિવૂડમાં નવોદિત કલાકાર હતી. તે મોડેલિંગમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકી રહી હતી.
આ પણ વાંચો : Sonakshi Sinhaના લગ્નને લઈને પિતા Shatrghan Sinhaએ હવે કહ્યું કે મારે તો…
આવી સ્થિતિમાં બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલે બિપાશાની મદદ કરવાનો નિર્ણય કર્યો. તાન્યાએ બિપાશાને તેના ડ્રેસીંગમાં મદદ કરવા માંડી, પરંતુ કરીના કપૂરની માતા બબીતાને આ વાત ગમી નહીં અને તેણે તાન્યાનો ક્લાસ લગાવી દીધો અને તેની સાથે રીતસર ઝઘડો જ કરવા માંડી.બોબીની પત્નીને પણ બબીતાની આવી જોહુકમી પસંદ નહી આવી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ અને વાતાવરણ તંગ થઇ ગયું. ઝઘડો વધતા કરીના કપૂર પણ એની માતા સાથે જોડાઇ ગઇ અને તાન્યાને એલફેલ બોલવા માંડી. તાન્યાને કરીના કપૂરનું વર્તન પસંદ નહીં આવ્યું અને તેણે અભિનેત્રીના મોઢા પર જોરદાર થપ્પડ મારી દીધી. તે સમયે આ બાબતને લઈને ઘણો હોબાળો થયો હતો.
જોકે, કરીના કપૂર કે તાન્યા આ ઝપ્પડ કાંડ વિશે જાહેરમાં ક્યારેય કશું બોલ્યા નથી. હા, કરીના કપૂરે એક વખત છડેચોક કબુલ્યું હતુ કે તેને બોબી દેઓલની પત્ની તાન્યા પસંદ નથી. જોકે, એ સમયે પણ તેણે કોઇ કારણ નહોતું આપ્યું.
કંગનાના થપ્પડ કાંડ પર ખુશ થનારાઓ આ ઘટના વિશે શું રિએક્શન આપશે!