બ્લેક સાડી, ગળામાં મોતીની માળા… નેટિઝન્સ પર આ રીતે કહેર વરસાવ્યો B-Townની Beautiful Babeએ

Film Industy’s Top Most Actress Alia Bhatt હાલમાં તેની આગામી સીરિઝ પોચરના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે અને હાલમાં એક્ટ્રેસ પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે પોચરની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે લંડન ગઈ છે અને આલિયા ભટ્ટે ત્યાંથી પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે અને આ ફોટો જોઈને ચાહકોના દિલ પર છુરિયા ચલ ગઈ એવી ફિલિંગ આવી રહી છે. આ નવા ફોટોમાં આલિયા ભટ્ટ હંમેશની જેમ જ સુંદર લાગી રહી છે.

આલિયા ભટ્ટે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી સેકશનમાં પોચરના સ્પેશિયલ સ્ક્રીનિંગના લૂકના ફોટો શેર કર્યા છે. બ્લેક કલરની સાડીમાં આલુ એકદમ ગોર્જિયસ લાગી રહી છે. આની સાથે આલિયાએ કટ સ્લીવ્ઝ બ્લાઉઝની સાથે પાતળી ગોલ્ડન બોર્ડરવાળી સાડીમાં આલિયા ખૂબ બ્યુટીફૂલ લાગી રહી છે.

બ્લેક કલરની સાડીમાં આલિયા ભટ્ટે ગળામાં ઘણા બધા લેયર્સવાળો મોતીનો ચોકર નેકલેસ પહેર્યું હતું અને એની સાથે સાથે એક્ટ્રેસે કાનમાં નાના નાના ઈયર રિંગ્સ પહેર્યા છે. આ સાથે આલિયાએ ખૂબ જ નેચરલ મેકઅપ સાથે રેડ કલરની લિપસ્ટિક કેરી કર્યો છે. આલિયાે પોતાના આ એલિગન્ટ લૂક સાથે અંબોડો પહેર્યો છે.

સોશિયલ મીડિયા પર આલિયાનો નવો લૂક આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં આલિયા પોતાની બહેન શાહીન સાથે પોઝ કરતી જોવા મળે છે. ભટ્ટન સિસ્ટરનો આ બોન્ડ નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આલિયા ભટ્ટે લંડનમાં પોચરની સ્પેશિયલ સ્ક્રીનિંગની એક ઝલક પણ સોશિયલ મીડિયા પર દેખાડી છે. આ ફોટોમાં આલિયા બીજા અનેક લોકો સાથે સ્ટેજ શેર કરતી જોવા મળી રહી છે. તમારી જાણ માટે પોચર સીરિઝ આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસનું ત્રીજું પ્રોજેક્ટ છે…