મનોરંજન

કિંગ ખાનનો લાડલો થયો 28 વર્ષનોઃ રૂમર્ડ ગર્લફ્રેન્ડની પોસ્ટ વાયરલ, જાણો શું લખ્યું?

મુંબઈ: બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના દીકરા અને ‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’ના ડિરેક્ટર આર્યન ખાન 12 નવેમ્બરે 28 વર્ષનો થયો તેના જન્મદિવસે સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર ઘણી શુભેચ્છાઓ આવી હતી, જેમાં સેલેબ્સથી લઈને ફેન્સ સુધી સૌ તેને જન્મદિવસની વધાવણી આપી હતી, પરંતુ આ તમામ શુભેચ્છાઓ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં આર્યનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા બોનેસીની ક્યુટ પોસ્ટ વાયરલ થઈ છે.

લારિસાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આર્યનની ફોટો શેર કરીને લખ્યું છે કે હેપ્પી બર્થ-ડે વન એન્ડ ઓન્લી. તું યુનિવર્સ +1નો હકદાર છે. તું જે ઇચ્છે તને મળ. મને તારા પર ખૂબ ગર્વ છે અને હું હંમેશાં તારી સફળતા અને ખુશી માટે ચીયર કરીશ. યુ આર નંબર વન બેસ્ટ. સ્ટોરી પોસ્ટ થયા બાદ આ સ્ટોરી ખૂબ વાયરલ થઈ હતી. આ સ્ટોરી આર્યને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિપોસ્ટ કરી હતી.

લારિસા હંમેશાં આર્યનના કામને પ્રોત્સાહન આપતી જોવા મળે છે. તેણે ‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’નું જોરદાર પ્રમોશન કર્યું અને સિરીઝની સ્ક્રીનિંગમાં પણ હાજરી આપી હતી, જેની તસવીરો વાયરલ થઈ હતી. સિરીઝના પોસ્ટર અને અનાઉન્સમેન્ટ વખતે પણ તેણે ખુશી વ્યક્ત કરી હતી.

આર્યનની બહેન સુહાના ખાને પણ જન્મદિવસ પર ખાસ પોસ્ટ શેર કરી. તેની સાથે અનન્યા પાંડેએ ગ્રુપ ફોટો મૂકીને શુભેચ્છા પાઠવી. ઉલ્લેખનીય છે કે આર્યન અને લારિસા વચ્ચેના સંબંધો અંગે અફવાઓ હોવા છતા બંને હંમેશાં આ વાત પર પ્રતિક્રિયા આપવાનું ટાળે છે.

આ પણ વાંચો…શશી થરૂર થયા આર્યન ખાનની સિરીઝના ફેન! શાહરૂખને આપ્યો સ્પેશિયલ મેસેજ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button