મનોરંજન

શર્મિલા ટાગોરનો 80મો જન્મદિવસ, પુત્રવધુ કરીના કપૂર શેર કરી સાસુની તસવીરો

નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મ જગતની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર આજે રવિવારે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સની સાથે ચાહકોએ પણ પીઢ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. શર્મિલા ટાગોરને તેમની પુત્રવધુ અને અભિનેત્રી કરીના કપૂર ખાને ‘હળવી કૂલ’ શૈલીમાં અભિનંદન પાઠવ્યા હતા. સાસુ, વહુ અને પૌત્રની અનોખી પળો દર્શાવતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કરીનાએ સાસુમાને બર્થ ડે વિશ કરી છે અને સાથે યુઝર્સને એક સવાલ પૂછ્યો છે કે, “મને કહો કે અત્યાર સુધીની સૌથી શાનદાર ગેંગસ્ટા (શાનદાર ગેંગ મેમ્બર) કોણ છે? શું મારે કહેવાની જરૂર છે? મારા સાસુમાને જન્મદિવસની શુભેચ્છા.

કરીનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે, જેમાંથી એક ક્લિકમાં અભિનેત્રી કરિના તેની સાસુ સાથે હસતી જોવા મળી રહી છે. આ ફોટોમાં બંને સાથે બેઠા છે. શર્મિલાએ વાળમાં હેર રોલર લગાવ્યું છે. બીજો ફોટો શર્મિલાનો સોલો ક્લિક લીધેલો છે, જેમાં તેમણે પિંક ગાઉન પહેર્યું છે. ત્રીજી તસવીરમાં શર્મિલા પૌત્ર જેહ સાથે રમી રહ્યા છે.

કરિના શર્મિલા ટાગોરને અમ્મા કહીને બોલાવે છે. તે હંમેશા સાસુમાની પ્રશંસા કરતી જોવા મળે છે અને જણાવે છે કે તેઓ તેને પણ સબા અને સોહાની જેમ દીકરી જ ગણે છે.

આ પણ વાંચો : સાસુ શર્મિલાને લઈને Kareena Kapoorએ કહી આવી વાત, સૈફે આપ્યું ગજબનું રિએક્શન…

અભિનેત્રી શર્મિલા ટાગોરે 1964માં ફિલ્મ ‘કાશ્મીર કી કલી’થી ડેબ્યૂ કર્યું હતું. શક્તિ સામંત દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં શર્મિલા સાથે શમ્મી કપૂર, પ્રાણ, મદન પુરી જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં હતા. તેમની પહેલી જ ફિલ્મ હિટ રહી હતી. ત્યાર બાદ વિતેલા જમાનાની આ બોલ્ડ અભિનેત્રીએ ‘ગુલમહોર’, ‘એકલવ્ય’, ‘રાની સુહાસિની’, ‘ફૂલ એન ફાઈનલ’, ‘શુભ મુહૂર્ત’, ‘ધડકન’, ‘મન આશિક આવારા’, ‘હમ તો ચલે પરદેસ’ કરી હતી. , ‘ન્યુ દિલ્હી ટાઈમ્સ’, ‘એકસે બઢકર એક’, ‘અમાનુષ’, ‘અનાડી’, ‘ગૃહ પ્રવેશ’, ‘ત્યાગ’, ‘એક મહેલ હો સપનોં કા’, ‘ચુપકે ચુપકે’, ‘પાપ ઔર પુણ્ય’, ‘અમર પ્રેમ’, ‘છોટી બહુ’, ‘સુહાના સફર’, ‘આરાધના’, ‘સત્યકામ’, ‘અનુપમા’ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું અને લોકોને શર્મિલા ટાગોર ફિલ્મ ‘એન ઈવનિંગ ઇન પેરિસ’માં સ્વિમસૂટમાં જોવા મળ્યા હતા. આટલું જ નહીં, તેમણે ફિલ્મફેર મેગેઝિનના ઓગસ્ટ 1966ના અંક માટે ટુ-પીસ બિકીની પણ પહેરી હતી, જેના કારણે છેક સદ સુધી હોબાળો થયો હતો.
આપણે અભિનેત્રીને જન્મ દિવસની શુભકામના આપી દઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button