
ભોજપુરી ફિલ્મોથી કરિયરની શરૂઆત કરનાર ગુજરાતી ગર્લ રશ્મિ દેસાઈ આમ તો આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે, પરંતુ તેણે સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો છે અને તે પણ બોલીવૂડના સ્ટાર રણબીર સિંહની એડ્ પર. જોકે રણબીરની આ એડ ઘણાને ગમી નથી. બોલ્ડ કેર નામની પ્રોડેક્ટની એડમાં પુરુષના સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સની વાત કરવામાં આવી છે. આ એડમાં સાસ-બહુ ટીવી સિરિયલો જેવો સિન ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ઘરની વહુ પોતાના પતિના સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સની વાત કરે છે.

રશ્મિને આ એડ ટીવીજગતનું અપામન કરતી લાગે છે. તેણે પોતાના ઈન્સ્ટા પર લખ્યું છે કે આ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે અપામનજનક છે. અમને હંમેશાં ઉતરતા હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે જ્યારે બધા ખૂબ મહેનત કરે છે. તેણે આ એડને ટીવી ઈન્ડસ્ટ્રી પર તમાચા સમાન કહી છે. આ એડમાં જાણીતી ઈન્ટરનેટ પર્સનાલિટી જૉની સિન્સ પણ જોવા મળે છે.
રશ્મિને ઉતરન સિરિયલે ઘણી નામના આપી હતી. ત્યારબાદ તે ઘણી સિરિયલ્સ, વેબ સિરિઝમાં તે દેખાઈ છે. નાગિનથી માંડી દબંગ-2માં પણ તે જોવા મળી હતી.