બિપાશાએ ટ્રોલરને કહ્યું તમારે જે કહેવું હોય એ કહો મારી પ્રાયોરિટી તો…
અભિનેત્રી બિપાશા બાસુ અત્યારે પોતાની પુત્રી દેવી સાથે ખાસ સમય વિતાવી રહી છે. અને તે માતૃત્વનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. જો કે તેને ઘણા લોકોએ તેનું શરીર વધવાને કારણે ટ્રોલ કરી હતી. તેને કહ્યું હતું કે તારા શરીર પર થોડું ધ્યાન આપ ઘણું વધી ગયું છે જો આમ જ રહ્યું તો તને ફિલ્મમાં કામ નહી મળે.
બિપાશાએ કહ્યું કે તેણે પોસ્ટપાર્ટમ વેઈટને લઈને ઘણી ટ્રોલિંગ અને નેગેટિવિટીનો સામનો કરી રહી છે. જો કે તેણે કહ્યું હતું કે તે આ બધી બાબતોની તેના પર અસર થવા દેતી નથી. બિપાશાએ ટ્રોલ્સને પણ એવો જવાબ આપ્યો હતો કે તમે બધા ટ્રોલિંગ કરતા રહો મને તેનાથી કોઈ ફરક નથી પડતો મારા માટે મારી દીકરી મહત્વની છે અને તેના માટે હું કંઇ પણ કરીશ.
આ ઉપરાંત બિપાશાએ પોતાની દીકરી દેવી વિશે કહ્યું હતું કે હાલમાં દીકરી દેવી તેની પ્રથમ નંબરની પ્રાથમિકતા છે.
બિપાશાએ કહ્યું હતું કે તેની આંખો ખુલ્લી હોય કે બંધ, તેનું ધ્યાન દેવી પર જ રહે છે. જ્યારે પણ તે ઘરની બહાર જાય છે ત્યારે પણ તેને ઘરે આવવાની ઉતાવળ રહે છે કારણકે તે તેની પુત્રી સાથે રહેવા માંગે છે. અત્યારે તેના જીવનની દરેક બાબત દેવીની આસપાસ જ ફરે છે. કરણ પણ તેની પ્રાથમિકતાની યાદીમાં ત્રીજા નંબરે રાખે છે. દેવી પહેલા નંબર પર છે, તે પોતે બીજા નંબર પર આવે છે.
નોંધનીય છે કે બિપાશાની દીકરી દેવીનો જન્મ IVF દ્વારા થયો હતો. તેણે નેહા ધૂપિયા સાથે શોસિયલ મિડીયા પર લાઈવમાં જણાવ્યું હતું કે જ્યારે દેવીનો જન્મ થયો ત્યારે તેના હૃદયમાં બે છિદ્ર હતા અને જ્યારે તે લગભગ 3 મહિનાની હતી ત્યારે દેવીએ સર્જરી કરાવી હતી. હવે બિપાશા પોતાનો મોટાભાગનો સમય દેવી માટે ફાળવે છે.