બિપાસા બાસુનો પતિ આ અભિનેત્રી સાથે હતો રિલેશનમાં, પણ…

કરણ સિંહ ગ્રોવર ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી સફળ હેન્ડસમ કલાકારોમાંથી એક છે. ટીવી બાદ હવે કરણ સિંહ ગ્રોવર ફિલ્મોમાં પણ નામ કમાઈ રહ્યો છે. કરણ તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેના અંગત જીવનને લઈને ખાસ કરીને તેના લગ્નને લઈને ઘણો ચર્ચામાં રહ્યો હતો.
અભિનેતાએ ત્રણ વખત લગ્ન કર્યા છે, જેમાંથી તેના પ્રથમ બે લગ્નનો થોડા વર્ષોમાં અંત આવ્યો હતો. હવે કરણ બોલીવુડની અભિનેત્રી બિપાશા બાસુ સાથે સુખી જીવન જીવી રહ્યો છે. જોકે, તેના ત્રણ લગ્ન પહેલા અભિનેતા એક અભિનેત્રી સાથે પણ સંબંધમાં હતો, જેનો ખુલાસો અભિનેત્રીએ પોતે કર્યો છે.

અમે વાત કરી રહ્યા છીએ ટીવી અભિનેત્રી બરખા બિષ્ટની. બરખાએ કરણ સિંહ ગ્રોવર સાથે ‘કિતની મસ્ત હૈ યે જિંદગી’માં કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેની નજીક આવ્યો હતો અને તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જોકે 2 વર્ષમાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બરખાએ પોતે જ તેના અને કરણના બ્રેકઅપનું કારણ જણાવ્યું છે.
બરખાએ કહ્યું હતું કે, ‘ત્યારે અમે બંને ઘણા નાના હતા. જીવન વિશેના અમારા માર્ગો અને વિચારો અલગ હતા. કરણનો દયાળુ સ્વભાવ મને આકર્ષિત કરતો. લોકોને લાગે છે કે તે ઘમંડી હશે, પરંતુ એવું નથી. તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ છે સાથે તે દયાળુ પણ છે. બરખા આગળ કહે છે- ‘તે સમયે મારી ઉંમર 23 વર્ષની હતી અને તે મારાથી 2 વર્ષ નાનો હતો તેના કારણે અમારી વિચારસરણી પણ અલગ હતી.
અમે અલગ અલગ લોકોની આસપાસ મોટા થઈ રહ્યા હતા અને આ વસ્તુઓ જ અમારી વચ્ચે આવી રહી હતી પછી બધું ખોટું થઈ રહ્યું હતું. મુંબઈમાં આ મારું પહેલું બ્રેકઅપ હતું. જોકે, આજે પણ મને તેના માટે ખૂબ જ પ્રેમ છે. તે જ્યાં પણ હોય, તે ખુશ રહે અને હું તેને શુભેચ્છા પાઠવું છું. હું તેના માટે ખૂબ જ ખુશ છું.’
આપણ વાંચો : ડિવોર્સની વાતો વચ્ચે આ શું કરી રહ્યા છે Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchan? વીડિયો થયો વાઈરલ…