બિકિની ક્વીન દિશા પટનીએ બીચ પર લગાવી આગ

મુંબઈ: ‘એમ એસ ધોની’ ફિલ્મથી જ આખા દેશના યુવાનોના દિલમાં વસી જનારી અને સૌથી પહેલો નેશનલ ક્રશનો ખિતાબ પોતાના નામે કરનારી દિશા પટલી આજકાલ ફિલ્મી પડદા ઉપર ઓછી દેખાય છે. જોકે, પોતાની એક્ટિંગ અને ફિટનેસ તેમ જ હોટનેસના કારણે તે હંમેશા ચર્ચામાં અને પોતાના ફેન્સના દિલમાં અચૂક હોય જ છે.

હાલ પણ દિશા પટનીએ કંઇક એવું જ કર્યું કે તેના ફેન્સમાં તેનો ક્રેઝ હતો તેના કરતાં ચારગણો વધી ગયો.
દિશા પટનીએ દરિયાકાંઠે એક ફોટોશૂટ કરાવ્યો અને બીચ પર ફોટોશૂટ કરાવતી વખતે દિશાએ બિકિની પહેરી હતી. સમુદ્રના મોજાની લહેર જે રીતે લહેરાતી હતી એ જ રીતે દિશાની અદાઓ પણ તેના ફેન્સને જાણે ડૂબાડી રહી હોય તેવા પોઝ આપી દિશા પટનીએ ફોટોશૂટ કરાવ્યો હતો.

તસવીરોમાં બ્રાઉન કલરની બિકિની પહેરેલી દિશા સમુદ્રની લહેરો સાથે મસ્તી કરતી જોવા મળે છે અને તેમાં પણ તેના સમુદ્રના પાણીમાં ભીના થયેલા વાળ તેની સુંદરતામાં અનેકગણો વધારો કરતા દેખાય છે. દિશાએ પાણીની છોળો ઉડાડતી, લહેરો સાથે રમતી હોય તેવા અનેક પોઝ આપ્યા હતા અને તેની આ તસવીરો ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી.

તેની આ તસવીરો જોઇને તેના ચાહકો પણ કોમેન્ટ કરતાં પોતાને રોકી શક્યા નહોતા. એક ચાહકે લખ્યું કે દિશા તમે જો આ જ રીતે તસવીરો પોસ્ટ કરતા રહેશો તો અમને બીજું કોઇ કામ કરવાની ફુરસત જ નહીં મળે. જ્યારે બીજા ચાહકે દિશાની સિઝલીંગ સ્ટાઇલના વખાણ કરતા કહ્યું હતું કે દિશા ભલે ફિલ્મોમાં ઓછી દેખાય, તેની તસવીરોમાં જ તેનો બધો ગ્લેમર જોવા મળે છે.