ઐશ્વર્યા દીકરી સાથે જાણીતા ગણેશ પંડાલમાં પહોંચી, સિમ્પલ લૂકમાં જીત્યા ફેન્સના દિલ!

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય દીકરી સાથે મુંબઈના જાણીતા મંડપમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચી ત્યારની તસવીરો વાયરલ થઈ છે. દીકરી આરાધ્ય સાથે ઐશ્વર્યા મંડપમાં જોવા મળી હતી. ગણેશોત્સવ નિમિત્તે આજે બચ્ચન પરિવારની વહૂરાણી ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે જીએસબી મંડળમાં બાપ્પાના દર્શને પહોંચી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી.
ઐશ્વર્યા હંમેશાં દીકરીની સાથે જોવા મળતી હોય છે, જે મંડપમાં પણ સાથે જોવા મળ્યા પછી સોશિયલ મીડિયા પર લોકોએ તેની જોરદાર પ્રશંસા કરી હતી. મુંબઈ સ્થિત ગૌડ સારસ્વત બ્રાહ્મણ (જીએસબી) ગણેશોત્સવ 2025ના મંડપમાં પહોંચી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ઐશ્વર્યા હસતી જોવા મળી હતી, જ્યારે સૌ ભક્તોને હાથ જોડીને અભિવાદન કરતા પણ જોવા મળી હતી.
આ પણ વાંચો: શું હંમેશ માટે અલગ થઈ જશે ઐશ્વર્યા અને…?? ગણેશ ચતુર્થી પર ડિવોર્સને લઈને આપ્યા…
ઐશ્વર્યા રાયે વ્હાઈટ એથનિક સૂટમાં સુંદર લાગતી હતી, જ્યારે ખુલ્લા વાળ હતા. માથામાં બિંદી લગાવી હતી, જ્યારે લૂકને બોલ્ડ રેડ લિપસ્ટિકથી પૂરો કર્યો હતો, જ્યારે દીકરી આરાધ્યા યલો કૂર્તામાં હતી. બંનેના સિમ્પલ લૂકને લઈ લોકોએ તેમની નોંધ લીધી હતી.
ભારે સુરક્ષા વચ્ચે પણ અભિનેત્રી સિક્યોરિટી ગાર્ડસ સાથે પહોંચી હતી. ઐશ્વર્યાની એક ઝલક પામવા માટે ચાહકોએ કોશિશ કરી હતી, જ્યારે મંડપમાં ઐશ્વર્યા પૂજારી સાથે વાત કરતી જોવા મળી હતી. વીડિયોમાં આરાધ્યા ગણપતિ બાપ્પાની ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી. મહત્ત્વની વાત એ હતી કે ઐશ્વર્યા સાથે ફક્ત આરાધ્યા જ હતી, જ્યાં બચ્ચન પરિવારમાંથી પણ કોઈ જોવા મળ્યું નહતું.
ઐશ્વર્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે મણિરત્નમની બિગ બજેટ ફિલ્મ પોન્નિયિન સેલવન એક અને બેમાં જોવા મળી હતી, ત્યાર પછી કોઈ પ્રોજેક્ટની જાહેરાત પણ કરી નથી.