Bigg Boss OTT 3: વડાપાઉં ગર્લે પોતાના બાળપણની વાત કરી તો બધાની આંખમાં આસું આવી ગયા
જીવનનો સૌથી યાદગાર તબક્કો બાળપણ હોય છે, પરંતુ દેશમાં લાખો બાળકો એવા છે જેમનું બાળપણ તકલીફો અને અભાવમાં જ ગયું હોય છે. અનાથ બાળકોનું તો સમજ્યા પણ જેમના માતા-પિતા કે બન્નેમાંથી કોઈ એક હયાત હોય છતાં પણ તેમનો પ્રેમ ન મળે ત્યારે બાળકો પર ખૂબ જ નકારાત્મક અસર થતી હોય છે અને તે જીવનભર ખટકે પણ છે. આવું જ કંઈક વડાપાઉં
વેચીને સેલિબ્રિટી બની ગયેલી ચંદ્રીકા દીક્ષિત સાથે થયું હતું. Big Boss OTT 3ની સ્પર્ધક ચંદ્રીકા પોતાના બાળપણ વિશે કહેતા રડી પડી અને ત્યાં હાજર રણવીસ શૌરી અને મુનીષા ખટવાનીની પણ આંખો ભીની થઈ ગઈ.
ચંદ્રીકાએ કહ્યું કે મારા જન્મના છ મહિના બાદ મારી માનું અવસાન થયું. મેં મારી માનો ચહેરો જોયો પણ નથી. ત્યારબાદ તેણે કહ્યું કે હું મારા પિતાને નફરત કરું છું. આ સાંભળી બધા ચોંકી ગયા. ચંદ્રીકાએ પોતાની આપવીતી સંભળાવતા કહ્યું કે મારી માતાના નિધન બાદ મારા પિતા દારૂનવી લતે ચડ્યા. તેમણે 4-5 લગ્ન કર્યા. મારું જરાપણ ધ્યાન ન રાખ્યું. મને સગાસંબંધીઓના ઘરે મૂકી ચાલ્યા જતા. જ્યાં મારી સાથે ખરાબ વ્યવહાર થતો. મને વાંસી ખાવાનું આપવામાં આવતું. સાતેક વર્ષની થઈ ત્યારે મારી નાનીએ મને તેમની સાથે રાખી અને મારી સંભાળ લીધી.
મારા પિતાની જ્યારે મારે ખૂબ જરૂર હતી ત્યારે તેઓ મારી સાથે ન હતા. માતા નો ન હતી, પરંતુ પિતા હોવા છતાં તેમનો પ્રેમ મને ન મળ્યો.
દિલ્હીમાં વડાપાઉં વેચી લાઈમલાઈટમાં આવેલી ચંદ્રીકા હવે બિબ બૉસની મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે.