યુટ્યૂબર મૃદુલ તિવારી ‘બિગ બોસ 19’માંથી બહાર! ફેન્સે શો પર લગાવ્યો ‘બાયસ્ડ’ હોવાનો આરોપ…

બોલીવૂડના દબંગ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-19 હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં રહે છે ક્યારેક શોના કન્ટેસ્ટન્ટ વચ્ચેની હાથાપાયીને કારણે તો કોઈ વખત ઝઘડામાં કહેલી પર્સનલ વાતોને કારણે તો વળી કોઈ વખત અનફેર ઈવિક્શનને કારણે… હવે ફરી એક અનએક્સ્પેક્ટેડ મિડ-વીક ઈવિક્શનને કારણે બિગ બોસ-19 સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યું છે.
મળતી માહિતી મુજબ જાણીતો યુટ્યૂબર મૃદુલ તિવારી વોટિંગને કારણે ગેમમાંથી બહાર થઈ ગયો હતો. જેને કારણે નેટિઝન્સ બિગ બોસ પર બાયસ્ડ હોવાનો અને અનફેર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો આ આખો શો સ્ક્રિપ્ટેડ હોવાનું પણ કહી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…
બિગ બોસ 19ના 12મી નવેમ્બરનો એપિસોડ ખૂબ જ સ્પેશિયલ રહ્યો, પરંતુ ઘરમાં આવેલી પબ્લિકના ઓછા વોટને કારણે મૃદુલ તિવારી ઘરથી બહાર થઈ ગયો છે. મૃદુલના ઈવિક્શન પર ઘરવાળાઓ પણ ઈમોશનલ થઈ ગયા હતા અને સૌથી વધારે દુઃખ તો ગૌરવ ખન્નાને થયું હતું. મૃદુલ તિવારીના એલિમિનેશન માટે ગૌરવ ખન્નાએ પોતાને જવાબદાર ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ આ એવિક્શનને અનફેર ગણાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું મૃદુલે દિલથી આ ગેમ રમી હતી અને તે કુનિકા, અશનુર અને શહેબાઝ કરતાં તો સારું જ રમ્યો નહીં. આ સ્ક્રિપ્ટેડ બિગ બોસ મૃદુલ તિવારીની સક્સેસફૂલ લાઈફની સામે કંઈ જ નથી. બીજા એક યુઝરે લખ્યું હતું કે મૃદુલ તિવારી તું બેસ્ટ છે અને મૃદુલ તિવારી નહીં તો બિગ બોસ પણ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસના ગઈકાલના એપિસોડમાં ઘરમાં આવેલા મહેમાનો સામે કન્ટેસ્ટન્ટે પીચ આપવાની હતી. મૃદુલની સાથે ગૌરવ ખન્ના અને પ્રણિત મોરેને સ્પીચ આપવાનો મોકો મળ્યો હતો. ગૌરવ, પ્રણિત અને મૃદુલમાં સૌથી ઓછા વોટ મૃદુલને મળ્યા હતા. ગૌરવ ખન્ના મૃદુલના જવાથી ખૂબ જ દુઃખી હતા. ગૌરવે તો ત્યાં સુધી કહ્યું હતું કે ટાસ્કમાં મારે મૃદુલને મારી ટીમમાં નહોતો લેવો જોઈએ. અમાલ પણ મૃદુલના વખાણ કરતાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો…વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમનાં સ્ટાર્સ ખેલાડી પહોંચ્યા ‘બિગ બોસ 19’ના સેટ પર, સલમાન સાથે કરી મુલાકાત…



