અશનૂર કૌરનો ચોંકાવનારો અનુભવ: ત્રણ દિવસ ભૂખી રહી અને સેટ પર બેભાન થઈ ગઈ!

મુંબઈઃ સલમાન ખાનનો શો બિગ બોસ 19 શરૂ થઈ ગયો છે. આ શોમાં ઘણા ટીવી સેલેબ્સ જોવા મળી રહ્યા છે, પરંતુ આ ટીવી સેલેબ્સ સાથે જોડાયેલી ઘણી વાતો છે, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હો.
બિગ બોસ 19માં જોવા મળતી અશનૂર કૌરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પાંચ વર્ષની ઉંમરે ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. અશનૂર કૌરને સૌથી વધુ લોકપ્રિયતા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં છોટી નાયરાનું પાત્ર ભજવીને મળી હતી.
આપણ વાંચો: સલમાન ખાનના બિગ બોસ 19 શોની A to Z વિગતો જાણો
બિગ બોસ 19માં ભાગ લીધા પહેલા અભિનેત્રીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અશનૂરે કહ્યું હતું કે તે ત્રણ દિવસથી ભૂખી હતી અને કોઈને કંઈ ખબર નહોતી. આ કારણે તે સેટ પર બેભાન પણ થઈ ગઈ હતી.
અશનૂર આગળ કહે છે કે હવે તે ફક્ત 12 કલાક કામ કરે છે, પરંતુ જ્યારે તેણે પોતાની કારકિર્દી શરૂ કરી ત્યારે તેને પોતાના નિર્ણયો પોતે લે એની આઝાદી નહોતી. તેણે કહ્યું કે તે 6 વર્ષની હતી ત્યારે તે ‘શોભા સોમનાથ’ના શોમાં કામ કરી રહી હતી.
આપણ વાંચો: બિગ બોસ 19’માં એન્ટ્રી અંગે મલ્લિકા શેરાવતે મૌન તોડ્યું, કહ્યું હું…
તે દરમિયાન સતત 30 કલાક શૂટિંગ કર્યું હતું અને એટલી થાકી ગઈ હતી કે તે બીજું કોઈ કામ કરી શકતી નહોતી. તેની મમ્મીએ તેને વેનિટીમાં થોડા કલાકો માટે સુઈ જવાનું કહ્યું. તે સૂઈ રહી હતી ત્યારે પ્રોડક્શનના લોકો બહાર રાહ જોઈ રહ્યા હતા અને તે પછી તેણે ફરીથી કામ શરૂ કર્યું હતું.
અશનૂરે જણાવ્યું કે પછીથી તેને તેની બોડી ઇમેજને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે ખૂબ જ સભાન થઈ ગઈ અને તેથી તે કોઈને કહ્યા વિના ઘણા દિવસો સુધી ફક્ત પાણી પર રહી હતી. અભિનેત્રીએ આગળ કહ્યું કે તેણે કંઈ જમી નહોતી આ કારણે તે એકવાર સેટ પર બેભાન થઈ ગઈ હતી. અશનૂરે કોઈને ન કહ્યું કે તે ત્રણ દિવસથી ભૂખી હતી.