લોકોને ડરાવ્યા બાદ હવે બિગ બોસમાં બોલ્ડનેસનો જાદુ ચલાવશે આ એક્ટ્રેસ?
સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-18ના લોન્ચને બે દિવસ બાકી છે અને અત્યારથી જ આ શોની સક્સેસ, તેમાં ભાગ લેનારા સ્પર્ધકો વિશે જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ જોઈને એક વાત તો ચોક્કસ છે કે ભાઈ દર વખત કરતાં આ વખતની બિગ બોસની સિઝન દર વખત કરતાં વધારે મસાલેદાર હશે, કારણ કે આ શોને મસાલેદાર બનાવશે આ શોમાં લાગનારો ગ્લેમર તડકો.
જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે બિગ બોસમાં એક-બે નહીં અનેક બોલ્ડ હસીનાઓ એન્ટ્રી લેવા જઈ રહી છે. પહેલાં આ શો સાથે એક્ટ્રેસ નિયા શર્માનું જોડાયું અને હવે આ યાદીમાં નાયરા બેનર્જીનું નામ જોડાઈ ચૂક્યું છે. નાયરા આ શોની કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ શોમાં તે પોતાના હુસ્નનો જાદુ બિખેરવા માટે તૈયાર છે.
નાયરા હિંદી ટીવી અને ફિલ્મ સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે, પણ તેને સૌથી વધારે ફેમ મળી સુપર નેચરલ ડ્રામા સિરીયલ દિવ્ય દ્રષ્ટિથી. નાયરાનું સાચુ નામ મધુરિમા હતી અને પ્રોફેશનલ રિઝન્સને કારણે તેણે આ નામને બદલીને નાયરા કર્યું હતું. નાયરાએ એક્ટિંગ સિવાય ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સની તાલીમ પણ લીધી છે.
આ પણ વાંચો : OMG! TMKOCવાળા દયાભાભીએ સલમાન ખાનની 65 કરોડની ઓફર ઠુકરાવી દીધી
હિંદી ઈન્ડસ્ટ્રીમાં નાયરાનો જાદુ ભલે એટલો ના ચાલ્યો હોય પણ સાઉથમાં તેણે ખૂબ જ નામ અને દામ બંને કમાયા છે. 2019થી તેણે ટીવી પર ફોકસ કરવાનું શરૂ કર્યું. ટીવી શો રક્ષાબંધન, પિશાચિની, ફ… સે ફેન્ટસી 2, ખતરોં કે ખિલાડી 13, એક્સક્યુઝ મી મેડમ જેવા શોમાં તે જોવા મળ્યા અને હવે નાયરા ટીવી ઓડિયન્સ માટે ફેમસ ચહેરો બની ગયો છે. પિશાચિની બનીને નાયરાએ ઘર-ઘરમાં પ્રસિદ્ધિ મેળવી અને હવે તે બિગ બોસમાં પોતાના હુસ્નનો જાદુ ચલાવવા તૈયાર છે.