બિગબોસના ઘરમાં હવે જોવા મળશે રાખી સાવંત? પતિ આદિલ સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ચર્ચા

જી હાં, તમારી જેમ અમે પણ એવું જ વિચારી રહ્યા છીએ કે હવે આ જ બાકી હતું! બિગબોસનું ઘર એટલે હાઈ વોલ્ટેજ ડ્રામાનું એપીસેન્ટર. આમ પણ પહેલેથી જ વિકી જૈન અને અંકિતા લોખંડેનો હસબન્ડ-વાઇફ ડ્રામા તથા મુનાવર અને પ્રિયંકા ચોપરાની લાડલી બહેન મન્નારાના ચેપ્ટરને કારણે સતત ડ્રામા છવાયેલો જ રહે છે, એવામાં હવે લેજેન્ડ રાખી સાવંત તેમના પતિ પરમેશ્વર આદિલ દુરાની સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરવા જઇ રહી છે. જો કે આ વાતની સત્તાવાર જાહેરાત થઇ નથી.
રાખી સાવંત આ પહેલા પણ બિગબોસમાં જોવા મળી હતી. બિગ બોસની સીઝન 1, 14 અને 15માં તે જોવા મળી હતી. જ્યારે રાખી ‘બિગ બોસ-14’માં આવી ત્યારે તેણે પોતાના લગ્નના રહસ્ય વિશે વાત કરી હતી. ‘બિગ બોસ 15’માં તે તેના પતિ રિતેશ સાથે શોમાં આવી હતી. તમને જણાવી દઈએ કે રાખી પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે.
‘બિગ બોસ 15’ પછી રાખી રિતેશથી અલગ થઈ ગઈ અને તે આદિલ ખાન દુર્રાની સાથે રિલેશનશિપમાં આવી ગઈ. રાખીએ આદિલ સાથે સીક્રેટ લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં રાખીએ આદિલ પર છેતરપિંડી અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ પછી આદિલ જેલમાં પણ જતો રહ્યો હતો. આમ આવા અનેક ધતિંગ બાદ હવે બિગબોસમાં આવીને તે શું ધમાલ કરે છે તે જોવું રહ્યું.