મનોરંજન

બિગ બોસના ઘરમાં મચ્યો હંગામો, વિકી જૈને અંકિતા લોખંડે સાથે

સલમાન ખાનના શો બીગ બોસને લઇને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. હાલમાં ઘરમાં રોજ નવા નાટક જોવા મળી રહ્યા છે. જેમ જેમ આ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ અખાડો બનતો જાય છે.

શોમાં દરેક સંબંધનો અલગ રંગ જોવા મળી રહ્યો છે. શોનો નવો એપિસોડ ઘણો રસપ્રદ અને નાટકીય રહ્યો છે. ઘરની અંદર સ્પર્ધકો વચ્ચે ભારે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન બિગ બોસના ઘરની અંદર જે જોવા મળ્યું તેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે. બિગ બોસના લેટેસ્ટ એપિસોડમાં વિકી જૈને કંઈક એવું કર્યું કે તેના એક્શનને જોઈને માત્ર પરિવારના સભ્યો જ નહીં પણ ચાહકો પણ ગુસ્સે થઈ ગયા હતા.


શોના તાજેતરમાં એપિસોડમાં વિકી જૈન અભિષેક કુમાર સાથે ખાણીપીણીની વસ્તુઓને લઈને દલીલ કરતો જોવા મળ્યો હતો. ઓનલાઈન સામે આવેલા એક વીડિયોમાં વિકીની પત્ની અંકિતા લોખંડે પણ અભિષેક સાથે વિકીની વાતચીત વચ્ચે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. એમાં વિકી ચિડાઈ ગયો. વાદ-વિવાદ દરમિયાન, વિકીએ આક્રમક રીતે ધાબળામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને એવું લાગતું હતું કે તે રાષ્ટ્રીય ટેલિવિઝન પર તેની પત્ની અંકિતા લોખંડેને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અંકિતા એક ક્ષણ માટે આઘાતમાં આવી ગઈ. અભિષેક અને અરુણ શેટ્ટીએ પણ અંકિતા પ્રત્યે વિકીના પગલા પર આઘાતજનક પ્રતિક્રિયા આપી હતી.

https://twitter.com/BiggBoss_Tak/status/1738259343630610884?s=20

વિકી ગુસ્સામાં બેડ પરથી ઉભો થાય છે અને અભિષેકને બીજે ક્યાંક જઈને વાત કરવા કહે છે. બીજી તરફ, અરુણ વિકીની હરકતો જોઈને દંગ રહી જાય છે. તે કહે છે, ‘આ શું હતું, બાપ રે બાપ.’ જોકે, અંકિતાએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે વિકીએ તેના પર હાથ ઉપાડ્યો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને ચાહકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

તાજેતરમા એક એપિસોડમાં જ્યારે વિકી જૈનૈ પરણીત પુરૂષોની વ્યથા પર જોક કર્યો ત્યારે અંકિતા અપસેટ થઇ ગઇ હતી. વિકીએ જણાવ્યું હતું કે, ‘પરિણીત પુરૂષો ક્યારેય તેમની આપવિતી શેર કરી શકતા નથી. હું કેવી લાગણી અનુભવું છું એ હું ક્યારેય કહી શકતો નથી. પરિણીત લોકો, ખાસ કરીને પુરુષો આમાંથી પસાર થાય છે.


તેઓ ખરેખર કહી શકતા નથી કે તેઓ કેવી રીતે પીડાય છે.’ આના પર પ્રતિક્રિયા આપતા અંકિતાએ જવાબ આપ્યો હતો કે, ‘તમે આટલું બધું સહન કરો છો તો મારી સાથે કેમ છો? ચાલો છૂટાછેડા લઈએ. મારે તારી સાથે ઘરે પાછા જવું નથી.’ વેલ, આ તો શો છે. આ શઓનું કન્ટેન્ટ જ એવું છે કે વાદ-વિવાદ થાય જ, પણ અંકિતા લોખંડે અને વિકી જૈનના જીવનમાં બિગ બોસ કેવો વળાંક લઇને આવશે એ તો સમય જ કહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button